ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કહ્યું કે, પરેશ ધાનાણી આવે કે રાહુલ ગાંધી અમે આવકારીએ છીએ. કોંગ્રેસ ડિપોઝિટ બચાવવા માટે ચૂંટણી લડી રહી છે
રાજકોટ લોકસભાની બેઠક પર કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીની ચૂંટણી લડવાને લઇ ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નિવેદન સામે આવ્યું છે. પરેશ ધાનાણી આવે કે રાહુલ ગાંધી અમે આવકારીએ છીએ.
કોંગ્રેસ ડિપોઝિટ બચાવવા માટે ચૂંટણી લડી રહી છે. રાજકોટ કોંગ્રેસનો ઉમેદાવાર કોઇ બીજો હોત તો ડિપોઝિટ પણ જાત.હાલમાં કોંગ્રેસની મથામણ ડિપોઝિટ બચાવવાની છે જીતવાની નહી.
ભરત બોઘરાએ કહ્યું કે, આ લોકશાહીનો આ પર્વ છે. આ ચૂંટણી લડવા માટે અમે આવકારીએ છે. રાહુલ ગાંધી આવે કે, સોનિયા ગાંધી કે પછી પરેશ ધાનાણી આવે તે અમારા માટે સન્માનીય છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથથી લઈ પેજ કમિટીથી લઈ પ્રદેશ કક્ષાએ સંગઠનની ટીમ કામ કરી રહી છે. રાજકોટ બેઠકની વાત કરીએ તો પરષોત્તમ રૂપાલાનો એક વખતનો પ્રવાસ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયો છે. લોકોને જે રીતનો પ્રેમ છે તે રીતે આ સિટ પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવાના છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજકોટ કોંગ્રેસમાં કોઈ ચૂંટણી લડવા માટે પણ તૈયાર ન હતો ત્યારે કોંગ્રેસ અત્યારે જીતવવા માટે નહી ડિપોઝિચ બચાવવા મથામણ કરી રહ્યું છે.
અત્રે જણાવીએ કે, રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ તૈયારીઓ દર્શાવતા રાજકોટ બેઠક પર માહોલ ગરમાયો છે. ચૂંટણી લડવાની ના પાડતા પરેશ ધાનાણીને કોંગ્રેસના આગેવાનો મનાવવા ગયા હતા. જેમાં કોંગ્રેસ નેતાઓની માંગ ધાનાણીએ સ્વીકારી હતી. રાજકોટમાં ભાજપનાં પરષોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે. રાજકોટમાં કડવા પાટીદાર સામે લેઉવા પાટીદારનો જંગ જામશે.