લોકસભા ચૂંટણી પહેલા પક્ષ પલટાનો પવન ફૂંકાઈ રહ્યો છે. જેમાં કેટલાક રાજકીય અગ્રણીઓ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે તો કેટલાક જિલ્લાઓમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી રહ્યાં છે. આ રાજકીય ચહલ પહલ વચ્ચે કપડવંડના ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. તૂટતી કોંગ્રેસ વચ્ચે કપડવંડમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસનો પંજો પકડ્યો છે.
ચૂંટણી નજીક આવતા કાર્યકરોનું એક પક્ષ છોડી બીજા પક્ષમાં જવું જાણે સામાન્ય વાત બની ગઇ છે. અમદાવાદમાં ભાજપના કાર્યકરોએ પક્ષપલટો કર્યો છે.કપડવંજમાં ભાજપને ઝટકો વધુ એક ઝટકો લાગ્યો છે. છીપડી ગામના ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. પંચાયત સદસ્ય, કિશાન મોરચાના અધ્યક્ષ તેમજ ખેડૂત આગેવાનો સહિત 100 જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા છે. તેમનું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સ્વાગત કરી ખેસ પહેરાવ્યો હતો.ક્ષત્રિય સમાજનું અપમાન થતાં ભાજપ છોડ્યાનો ખુલાસો જગદીશસિંહ ઝાલાએ કર્યો હતો.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે મીડિયા સેન્ટર અને વોરરૂમને ખુલ્લો મૂક્યો હતો. રાજીવ ગાંધી ભવન ખાતે લોકસભાની ચૂંટણીને લઈને મીડિયા સેન્ટર અને વોરરૂમને ખુલ્લો મુકાયો હતો. મુકુલ વાસનિકે લોકસભાની 4 બેઠકો પર ઉમેદવારોની જાહેરાતને લઇને નિવેદન આપ્યું હતું. લોકસભાના બાકી ચાર ઉમેદવારોના નામ કોંગ્રેસ ટુંક સમયમાં જાહેર થશે. તેમજ રૂપાલા વિશે મુકુલ વાસનિકે જણાવ્યું કે બેજવાબદારી ભર્યા નિવેદન કરવા ભાજપ નેતાઓના સ્વભાવમાં છે.