રાજ્યમાં વિપક્ષ ટીડીપી (તેલુગુ દેશમ પાર્ટી)ના નેતા ચંદ્રાબાબુ નાયડુએ દારુના શોખીન લોકો માટે એક સભામાં સંબોધન કરીને કહ્યું હતું કે હું જ્યારે દારુની વાત કરુ છું, ત્યારે મારા નાના ભાઈઓ ખુશ થઈ જાય છે.પરંતુ સીએમ રેડ્ડી ખરાબ દારુનું વેચાણ કરીને વધારે નફો કમાવી રહી છે.
આંધ્રપ્રદેશમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ ચાલી રહી છે. પરંતુ અહીં કંઈક અલગ જ પ્રકારનું રાજકારણ રમાઈ રહ્યું છે. આંધ્રપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં દારુના મુદ્દે ચૂંટણી લડાઈ રહી છે. જ્યાં હાલ સરકારમાં જગનમોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ પાર્ટીની છે. વાયએસઆરના સીએમ રેડ્ડીની પાર્ટીએ 2019માં દારુબંદીનું વચન આપ્યું હતું. આ વિશે ચંદ્રાબાબુ નાયડુએ સીએમ રેડ્ડી પર નિશાન સાધતા કહ્યું હતું કે દારુબંધીનું વચન આપીને સરકારમાં આવનાર વાયએસઆર કોંગ્રેસે પોતાનું વચન પાળ્યું નથી અને રાજ્યમાં દારુનું ભાવ વધારી દીધો છે. જો અમારી સરકાર આવશે તો માત્ર 40 દિવસની અંદર જ વિશે નિર્ણય કરીને લોકોને સસ્તોને સારો દારુ આપીશું.
તમને જણાવી દઈએ કે ચંદ્રાબાબુ નાયડુ આંધ્રની કુપ્પમ સીટથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. જ્યાં તેમણે એક સભાને સંબોધન કરતા આ વિશે જણાવ્યું હતું અને સીએમ રેડ્ડીની સરકારની ભારે ટીકા કરી હતી. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, સીએમ રેડ્ડીએ દારુનાો ભાવ રુપિયા 90 થી સીધો 200રૂપિયા વધાર્યો છે જેમાંથી 100 રુપિયા કટકી કરીને સીધા ખીચામાં નાખે છે. નાયડુની સાથે જનસેના પાર્ટી નેતા અને સાઉથના અભિનેતા પવન કલ્યાણે પણ કહ્યું હતું કે રાજ્યમાં ખરાબ ગુણવત્તા વાળા દારુનું વેચાણ થઈ રહ્યું છે જેનાથી લોકોના સ્વાસ્થ્યને નુકશાન થઈ રહ્યું છે. આંધ્રપ્રદેશમાં દારુનું વેચાણ સરકારી દુકાનો થકી થાય છે જેમાંથી સરકારને એક્સાઈઝ ડ્યુટી મારફતે કમાણી થાય છે. આ કમાણી વર્ષ 2019-20માં 19,000 કરોડ હતી જે વર્ષ 20220-23માં 24,000 જેટલી કમાણી કરી છે.
નાયડુએ દારુના વેપારી મંગુતા શ્રીનિવાસુલુ રેડ્ડીને ઓંગોલ લોકસભા સીટની ટિકિટ આપી છે. 4 વાર સાંસદ રહી ચૂકેલા મંગુતાના દિકરો રાઘવ પણ દીલ્હીના બહુચર્ચિત દારુ આબકારી નીતિ કેસમાં આરોપી હતો. જે પછીથી સરકારી સાક્ષી બન્યો હતો. દારુના વેપાર સાથે 7 દશકથી જોડાયેલો મંગુતાનો પરિવાર બાલાજી ડિસ્ટેલરીજ સહિત અન્ય બે કંપનીઓ પણ ધરાવે છે.