સરખેજ સિંધુભવન રોડ તાજ હોટલ નજીક આવેલ લોંજ કાસાનોવા રેસ્ટોરન્ટમાં ચાલતા ગેરકાયદેસર હુક્કાબારમાં સરખેજ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ક્વૉડ ટીમની રેડ 

Spread the love

હર્બલ ફ્લેવરની અંદર નિકોટીન યુક્ત ફ્લેવર એડ કરી હુક્કાબારનો ધંધો કરે છે અને ઘણા ગ્રાહકો હુક્કાબારમાં બેસી હુક્કો પિતા હોવાની બાતમી મળતા હુક્કાબારનો કુલ કિ.રૂ.૧૬,૫૮૦ નો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસર કાર્યવાહી કરી

અમદાવાદ

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તથા ઇન્ચાર્જ સયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર-૧  તથા નાયબ પોલીસ કમિશ્નર, ઝોન-૦૭ તથા મ.પો.કમિ. “એમ” ડીવીઝનના સીધા માર્ગદર્શન હેઠળ તથા સરખેજ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.ધુળીયાની સુચના મુજબ પો.સબ.ઈન્સ. પી.કે.ગોસ્વામી તથા સર્વેલન્સ સ્કોડના બીજા પોલીસ સ્ટાફના માણસો સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન તા.૧૨/૦૪/૨૦૨૪ ના કલાક-૨૩/૫૦ વાગે સિંધુભવન રોડ ઉપર આવતા, પો.સબ.ઈન્સ. પી.કે.ગોસ્વામીને મળેલ માહીતી આધારે તપાસ કરાવતા જાણવા મળેલ કે “સરખેજ સિંધુભવન રોડ, હોટલ તાજ નજીક આવેલ LOUNGE CASANOVA નામનુ હુક્કાબાર ચાલે છે. જેમાં ગેરકાયદેસર રીતે હર્બલ ફ્લેવરની અંદર નિકોટીન યુક્ત ફ્લેવર એડ કરી હુક્કાબારનો ધંધો કરે છે અને ઘણા ગ્રાહકો હુક્કાબારમાં બેસી હુક્કો પીવે છે.” જે હકિકત આધારે બે પંચો સાથે હુક્કાબારમાં રેઇડ કરી માલીક શ્રી પિન્કેશ કિરીટભાઈ પટેલ તથા મેનેજર ધર્મેશ અશોકભાઈ બગડા તથા અન્ય નોકરી કરતા કર્મચારીઓ તેમજ હુક્કો પીવા આવનાર ગ્રાહકો ૩૨ પુરૂષ કાચના હોલમાં ટેબલો ઉપર હાજર મળી આવતા, માલીક પિન્કેશ કિરીટભાઈ પટેલને સદરહુ હુક્કાબારના માલીક બાબતે પુછતા તેઓ તથા રાજદીપ નવીનચંદ્ર સોની તથા કમલેશકુમાર પ્રેમજીભાઈ બગડા નાઓ એમ કુલ-૦૩ પાર્ટનર હોવાનુ જણાવેલ અને હુક્કાબાર ચલાવવાનુ તેઓ પાસે કોઇ લાઇસન્સ ન હોય, હુક્કાબારની અંદરથી મળી આવેલ હુક્કાબારનો સરસામાન કુલ્લે કિ.રૂ.૧૬,૫૮૦ નો મુદ્દામાલ કબ્જે લઈ આજરોજ તારીખ- ૧૩/૦૪/૨૦૨૪ ના કલાક-૦૩/૦૫ વાગે પંચનામુ પુરૂ કરી જાણવા જોગ દાખલ કરાવી નિચે જણાવ્યા મુજબને મુદામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરી ખુબ જ સારી અને પ્રસંશનીય કામગીરી કરી હતી.

કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) ટેબલ પરના હુક્કા નંગ-૨ કિ.રૂ.૨,૦૦૦/- ની મત્તાના

(૨) અલગ અલગ ફ્લેવરના પેકેટ નંગ-૭૫ કિ.રૂ.૭,૫૦૦/- ની મત્તાના

(૩) આખા હુકકા નંગ-૦૪ કિ.રૂ.૪,૦૦૦/- ની મત્તાના

(૪) હુક્કાની નળીઓ નંગ-૧૧ કિ.રૂ.૨૨૦૦/- ની મત્તાનો

(૫) કોલ (કોલસો) આશરે ૫૦૦ ગ્રામ કિ.રૂ.૫૦/- ની મત્તાનો

(૬) અર્ધ વપરાયેલ એલ્યુમીનીયમ ફોઇલ પેપર કિ.રૂ.૨૦૦/-

(૭) પ્લાસ્ટિકની ફિલ્ટર પાઇપો નંગ-૪૩ કિ.રૂ.૪૩૦/- ની મત્તાની

(૮) કોલસા બદલવાના ઝારા નંગ-૦૧ કિ.રૂ.૧૦૦/-

(૯) એલ્યુમીનમના ચીપીયા નંગ-૦૨ કિ.રૂ.૧૦૦/- (૧૦) ગ્રાહકોની એંટ્રીનુ રજીસ્ટર કી.રૂ.૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧૬,૫૮૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર અધીકારી/કર્મચારી

(૧) પો.સબ.ઇન્સ. પી.કે.ગોસ્વામી

(૨) મ.સ.ઈ. હિરલકુમાર રમણભાઇ બ.ન.૧૩૪૯૨

(૩) અ.હે.કો. હાર્દીકસિંહ દીલીપસિંહ બ.નં.૬૪૯૬

(૪) અહે.કો. લાભુભાઈ ગાંડાભાઈ બ.ન૯૯૨૧

(૫) અ.હે.કો. નરેન્દ્રકુમાર મેરુભાઈ બ.ન.૪૮૯૯

(૬) અ.હે.કો. સંજયકુમાર ગલાભાઇ બ.ન.૮૮૯૩

(૭) અ.પો.કો. હરપાલસિંહ વિક્રમસિંહ બ.ન.૭૨૭૪

(૮) અ.પો.કો. પ્રુથ્વિરાજસિંહ ભરતસિંહ બ.ન.૧૨૦૨૪

(૯) અ.પો.કો. બળવંતસિંહ કનુભા બ.ન.૬૦૪૭

(૧૦) અ.પો.કો. ધર્મેન્દ્રસિંહ નારણભાઈ બ.ન.૩૧૮૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com