અમદાવાદ
વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ, મઠ મંદીરની રક્ષા સાથે રાષ્ટ્ર અને હિન્દુ સમાજને લાગતાં સેવા-શિક્ષા જેવા અનેક ક્ષેત્રે જુદા-જુદા પ્રકલ્પો દ્વારા વિવિધ કાર્યો કરતું હોય છે, જે પૈકી વિશ્વ હિન્દુ પરિષદના સેવા પ્રકલ્પ દ્વારા નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશન સહયોગથી દિનાંક- 14 એપ્રિલ 2024 ને રવિવાર ના રોજ ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં સેવા વસ્તીમાં વસવાટ કરતા સામાન્ય જન સુધી આરોગ્ય સુવિધા પહોંચી શકે તે હેતુથી એક જ દિવસે અને એક જ સમયે 300 મેડિકલ કેમ્પનો આયોજન કરેલ છે,એક જ દિવસે અને એકજ સમય આટલી મોટી સંખ્યામાં મેડિકલ કેમ્પનો ગુજરાતમાં સર્વ પ્રથમ રેકોર્ડ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં ડોક્ટરો દ્વારા દરેકની સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવશે તથા જરૂર જણાય ત્યાં દવા આપવામાં આવશે. અને આગળની સારવાર માટે જરૂર પ્રમાણે હોસ્પિટલાઈઝ કરવાં અને ફોલોપ સારવાર સુધી વ્યવસ્થા અને માર્ગદર્શન કરવામાં આવશે.