ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે રાજકોટથી પરેશ ધાનાણી, મહેસાણાથી રામજી ઠાકોર, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ, નવસારીથી નૈષધ દેસાઇને ટિકિટ આપી છે. આ ઉપરાંત વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી માટે પણ કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં વિજાપુરથી દિનેશ પટેલ, પોરબંદરથી રાજુ ઓડેદરા, માણાવદરથી હરિભાઇ કણસાગરા, ખંભાતથી મહેન્દ્રસિંહ પરમાર અને વાઘોડિયાથી કનુભાઇ ગોહિલને ટિકિટ આપી છે. આ સાથે જ ગુજરાતની 26 બેઠકો પર કોની સામે કોણ અને વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણીના ઉમેદવારોની ટક્કરનું ચિત્ર ક્લિયર થઇ ગયું છે.