વડાપ્રધાન મોદીએ આજે દેશના ટોપ ગેમર્સ સાથે વાતચીત કરી હતી. પીએમે તેમના અનેક સવાલોના જવાબ મજેદાર ઢંગમાં આપ્યા હતા. આટલું જ નહીં મોદીએ આ ગેમર્સની સાથે ઓનલાઇન ગેમીંગમાં હાથ પણ અજમાવ્યો હતો.
વડાપ્રધાને આ ગેમર્સને એક સૂચન કર્યું હતું કે વૈશ્વિક જલવાયુ પરિવર્તનની સમસ્યાને સંબોધિત કરવાના ઉદેશથી સાથે એક ગેમની કલ્પના કરવી જોઇએ.જેમાં ગેમરે વિભિન્ન તરીકાઓ અને સમાધાનો શોધવા પડશે.
વડાપ્રધાને પર્યાવરણ આધારિત ગેમ લાવવાની વાત કરતા એક ઉદાહરણ પણ આપ્યું તેમણે કહ્યું, ઉદાહરણ તરીકે સ્વચ્છતા લો. ગેમનો વિષય સ્વચ્છતાની આજુબાજુ ફરી શકે અને દરેક બાળકે આ ગેમ રમવી જોઇએ. ભારતીય યુવાઓએ ભારતીય મૂલ્યોને અપનાવવા જોઇએ અને તેની વાસ્તવિકતાને સમજવી જોઇએ.
ગેમર્સ સાથે વાતચીત દરમિયાન વડાપ્રધાને ગેમીંગ ઉદ્યોગમાં નવા વિકાસ પર ચર્ચા કરી હતી. પીએમે એ વાત પર જોર આપ્યું હતું કે કેવી રીતે સરકારે ગેમર્સની રચનાત્મકતાને ઓળખી છે અને ભારતમાં ગેમીંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે. પીએમે ગેમીંગ ઉદ્યોગમાં મહિલાઓની ભાગીદારી પર ચર્ચા કરતાં જુગાર વર્સીસ ગેમીંગ સંબંધિત મુદ્ો પર પણ ચર્ચા કરી હતી.
આ સાથે જ વડાપ્રધાને ગેમર્સને કહ્યું હતું કે તે અને સરકાર ગેમર્સની સમસ્યાઓનો હલ શોધશે. ટોપ ગેમર્સ સાથે વાતચીતમાં પીએમે કહ્યું હતું કે ગેમ્સને ‘નિયંત્રિત’ કરવું બરાબર નહીં લાગે. સરકાર બે વસ્તુ કરી શકે છે, કાં તો કાયદાથી ગેમ પર પ્રતિબંધ લગાવવાનું અથવા તેની સાથે જોડાયેલી દરેક વસ્તુઓને સમજવાની કોશિશ કરે અને દેશની જરુરીયાતોના આધાર પર ગેમને ઢાળે. પીએમે કહ્યું હતું કે સરકારે આ વિષયને સમજવો જોઇએ અને જરૂરી ફેરફાર કરવો જોઇએ.