કોંગ્રેસનો પતંગ ચડતો ન હતો, પરેશ ધાનાણીએ ઢઢો વાળ્યો હવે કોંગ્રેસનો પતંગ ઉંચો ચડાવવા છોડાવવા કોણ જાય છે, પછી ચડશે

Spread the love

કોગ્રેસે આજે ગુજરાતની ચાર લોકસભા બેઠકો સાથે પાંચ વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે. હાલ ગુજરાતના રાજકારણમાં ભાજપના રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો સળગત પ્રશ્ન છે તેમની સામે કોંગ્રેસે પરેશ ઘાનાણીને ઉતાર્યા છે. પરેશ ધાનાણીએ ટિકિટ મળતા જ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ધાનીએ પોતાને ટિકિટ મળતા કોંગ્રેસના કેન્દ્રના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે.પરેશ ધાનાણીએ વાતચીતમાં પોતાને સેનાપતિ બનાવ્યો હોવાની વાત પણ કહી છે.

ટિકિટ મળતા જ પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, રાજકોટની લોકસભા બેઠક પરથી સેનાપતિ બનવાનો મોકો મળ્યો તે બદલ હું પાર્ટીનો આભારી છું. સતત શાસનના કારણે હવે ભાજપના નેતાઓનો અહંકાર સાતમા આસમાને છે. 2024ની લડાઈ સત્તા મેળવવાની લડાઈ નથી પરંતુ ભાજપના સાતમા આસમાને પહોંચેલા અહંકારને ઓગાળવાની લડાઈ છે. સામાન્ય માણસના અધિકારના રક્ષણકાજે, જનજનના સ્વાભિમાનનું યુદ્ધ લડવા માટે રાષ્ટ્રીય નેતૃત્વએ મને આ જવાબદારી સોંપી છે.

પરેશ ધાનાણીને ટિકિટ મળતા જ તેમણે પોતાના કવિ અંદાજમાં મહત્વની વાત રજૂ કરી હતી. જેમાં તેમણે સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ પણ કરી છે. નોંધનીય છે કે રાજકોટ સિવાય કોંગ્રેસે મહેસાણાથી રામજી ઠાકોર (પાલવી), અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ, નવસારીથી નૈષધ દેસાઈને મેદાનમાં ઉતાર્યા છે. એટલે કે સીઆર પાટીલને ટક્કર આપવા માટે કોંગ્રેસે નૈષધ દેસાઈનું પત્તું ખોલ્યું છે.

કોંગ્રેસે ગુજરાતની પાંચ વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, જેમાં વેજલપુરની ટિકિટ દિનેશભાઈ પટેલ, પોરબંદર રાજુભાઈ ઓડેદરા, માણાવદરથી હરીભાઈ કણસાગરા, ખંભાતથી મહેન્દ્રસિંહ પરમાર, વાઘોડિયાથી કનુભાઈ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે.

પરેશ ધાનાણીના નામની અટકળો રાજકોટ લોકસભા બેઠક માટે લગાવવામાં આવી રહી હતી, હવે પરેશ ધાનાણીએ ટિકિટ મળતા જ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે પરંતુ આખરે શું થાય છે તે 4 જૂને મતપેટી ખુલતા જ પ્રજાને કોના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે તે માલુમ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com