આવનારા એક હજાર વર્ષ માટે ભારતનું ભવિષ્ય બનાવવાની આ શ્રેષ્ઠ તક છે, નિર્ણય લેવાનો શ્રેષ્ઠ સમય છે. પીએમ મોદીએ ફરી કહ્યું યહી સમય હૈ…સહી સમય હૈ…વધુમાં પીએમ મોદીએ કહ્યુંકે, 4 જૂનના પરિણામો બાદ તરત જ ભાજપના સંકલ્પ પત્ર પર કામ શરૂ થઈ જશે. સરકાર પહેલેથી જ 100 દિવસના એક્શન પર કામ કરી રહી છે. મોદીનું મિશન 140 કરોડ લોકોની મહત્વાકાંક્ષા છે.
પીએમ મોદીએ કહ્યુંકે, ભારતના 140 કરોડ દેશવાસીઓ મારા માટે મારો પરિવાર છે અને તમારા બધાનું સપનું સાકાર થાય એ જ મારો સંકલ્પ છે.
આપણે ચંદ્રયાનની સફળતા જોઈ, હવે આપણે ગગનયાનને સફળ થતા જોઈશું. આપણી જી-20 ની સફળતા જોઈ હવે આપણે olympic ની સફળતા પણ જોઈશું. નવું ભારત રફતાર પકડી ચુક્યું છે. હવે આ ભારતની રફતાર કોઈ નહીં રોકી શકે.
ભાજપના સંકલ્પ પત્ર સમિતિના અધ્યક્ષને રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું- મોદીજી પણ ભાજપનું સંકલ્પ પત્ર તૈયાર કરવામાં સામેલ છે. તેમણે પોતાના સતત વ્યસ્ત શિડ્યુઅલની વચ્ચે પણ મોડી રાત સુધી બેસીને અમને માર્ગદર્શન આપ્યું હતું. ભારત દેશ માટે પ્રધાનમંત્રી મોદીજીનું વિઝન એકદમ ક્લીયર છે. સંકલ્પ પત્રમાં જે કાગળ પર લખાયું છે એ થોડા જ સમયમાં વાસ્તવિક રૂપ લેતું દેખાશે.
રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી સંકલ્પ પત્ર સમિતિમાં અર્જુન મુંડા, કિરેન રિજિજુ, અશ્વિની વૈષ્ણવ, શિવરાજ સિંહ ચૌહાણ, વસુંધરા રાજે અને સ્મૃતિ ઈરાની જેવા મોટા નામો પણ સંકલ્પ પત્ર સમિતિમાં સામેલ છે. આ ઉપરાંત ચાર રાજ્યોના સીએમ પણ કમિટીમાં સામેલ છે. મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને છત્તીસગઢના વિષ્ણુદેવ સાય આ કમિટીમાં સામેલ છે.
2014માં સુષ્મા સ્વરાજ, લાલ કૃષ્ણ અડવાણી, રાજનાથ સિંહ, નરેન્દ્ર મોદી, મુરલી મનોહર જોશી અને રવિશંકર પ્રસાદે મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો.
2019માં સુષ્મા સ્વરાજ, રાજનાથ સિંહ, નરેન્દ્ર મોદી, અમિત શાહ, અરુણ જેટલીએ મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો.
રાજનાથ સિહં વધુમાં જણાવ્યું હતુંકે, 2014નો સંકલ્પ પત્ર હોય કે 2019નો મેનિફેસ્ટો, અમે દરેક વચનો પૂરા કર્યા છે. 2014માં હું પાર્ટીનો અધ્યક્ષ હતો. મુરલી મનોહર જોશીજી સમિતિના પ્રમુખ હતા. મોદીજીએ કહ્યું હતું કે તેઓ જે પણ વચનો આપે છે તે પૂરા કરવા થવા જ જોઈએ. ભાજપ તેના સંકલ્પો સાથે મજબૂત ભારતનો રોડમેપ રજૂ કરે છે અને સમાજના દરેક વર્ગના વિકાસ માટે તેની પ્રતિબદ્ધતા પણ રજૂ કરે છે. મોદીની ગેરંટીએ 24 કેરેટ ગોલ્ડની જેમ ખરી છે.
હવે અમે ભારતના 140 કરોડ ભારતીયો સમક્ષ નવું સંકલ્પ પત્ર રજૂ કરીએ છીએ. તેને તૈયાર કરવામાં ભારે કવાયત કરવામાં આવી હતી. ત્રણ માધ્યમો દ્વારા સૂચનો આવ્યા. રથ દ્વારા, સંસ્થાઓ અને વ્યક્તિઓ, પાર્ટી સંગઠન, ઓનલાઈન નમો એપ, વીડિયોમાંથી આવ્યા હતા. 15 લાખના સૂચનો આવ્યા અને વિચારણા કરવામાં આવી. વિચાર્યું કે સંકલ્પ લઈએ તો તેના ફાઈનાન્સનું શું થશે? એવું પણ જોવામાં આવ્યું છે કે મિત્ર દેશો પર કોઈ અસર નહીં પડે.
ગવર્નન્સને 14 સેકટરમાં વિભાજિત કરવામાં આવ્યું છે. ભારતના અન્ય દેશો સાથેના સંબંધો, આંતરિક અને બાહ્ય સુરક્ષા, સમૃદ્ધ ભારત, રહેવાની સરળતા, વારસાનો વિકાસ, સુશાસન, સ્વસ્થ ભારત, શિક્ષણ, રમતગમત, તમામ ક્ષેત્રોનો વિકાસ, નવીનતા અને ટેક્નોલોજી અને પર્યાવરણ રાખવામાં આવ્યા છે.
દરેક વિષયનું 360 ડિગ્રી વિશ્લેષણ કર્યા પછી, વિષયને 24 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. 10 સોશિયલ ગ્રુપમાં ગરીબ, યુવા, મધ્યમ વર્ગ, માછીમારો, વંચિત વર્ગ, વરિષ્ઠ નાગરિકો, પછાત અને નબળા વર્ગોનો સમાવેશ થાય છે.