અમદાવાદના વાતાવરણમાં સાંજે પલટો આવ્યો હતો. શેલા, ઘુમા, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો અને ધૂળની ડમરીઓ ઉડી હતી. શહેરના નાના ચિલોડા અને ઈન્દિરા બ્રિજ પાસે માવઠું થયું હતું. જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ભાર પવન ફૂંકાયો હતો. વિવિધ વિસ્તારો જેવા કે સાઉથ બોપલ, બોપલ, શેલા, ઘુમા, બાપુનગર, ચાંદખેડા, મણીનગરમાં ભારે પવન ફૂંકાયા હતા.
રવિવારે સાંજે આવેલા વાતાવરણના પલટોને પલગે ઘરેથી ફરવા નીકળવાની તૈયારીઓ કરતાં અમદાવાદીઓનો પ્લાન બગડ્યો હતો. ભારે પવન ફૂંકાતા શહેરના વિવિધ વિસ્તારોમાં સાઉથ બોપલ,શેલા ઘુમા, બોડકદેવ, થલતેજ, મકરબા, ગોતા, ચાંદખેડા, રાણીપ, નરોડા સહિતના વિસ્તારમાં ઘૂળની ડમરીઓ ઉડી હતી. જેને પગલે માર્ગો પર વાહન લઈને નીકળેલા લોકોને મુશ્કેલીઓની સામનો કરવો પડ્યો હતો. વિઝિબિલિટી ઘટવાથી લોકોને પરેશાની થઈ રહી છે.
શાહીબાગ અને ગાયકવાડ હવેલી પાસે ઝાડ પડ્યાં શહેરમાં ભારે પવનના કારણે બે જગ્યાએ ઝાડ પડવાની ઘટના બની છે. શાહીબાગ વિસ્તારમાં આવેલા સર્કિટ હાઉસ પાસે મુખ્ય રોડ ઉપર ઝાડ પડ્યું છે. મુખ્ય રોડ ઉપર ઝાડ પડવાના કારણે વાહનોના અવરજવરનો ટ્રાફિક થઈ ગયો છે. જ્યારે ગાયકવાડ હવેલી પાસે પીએસઆઇ ક્વાટર્સમાં પણ એક ઝાડ પડ્યું છે, જેના જ્યારે ગાયકવાડ હવેલી પાસે પીએસઆઇ ક્વાટર્સમાં પણ એક ઝાડ પડ્યું છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ઝાડ હટાવવાની કામગીરી શરૂ કરી છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે સાંજે ચાર વાગ્યાથી અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ હતી. શહેરના ઇન્દિરાબ્રિજ, સરદાર નગર, મોટેરા, ઝુંડાલ, ચાંદખેડા, ગોતા,જગતપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદી ઝાપટાને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી. સાંજે શહેરમાં અચાનક ભારે પવનની શરૂઆત થઈ હતી. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડો પવન શરૂ થયો હતો. ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. રોડ ઉપર જતા વાહનચાલકોને પણ પવન અને ધૂળની ડમરીઓના કારણે તકલીફ પડી હતી.
અમદાવાદ સહિત રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહી બાદ વાતાવરણમાં એકદમ પલટો આવ્યો હતો જેમાં અગાઉથી કરવામાં આવેલી આગાહી અનુસાર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકા સાથે કેટલાક વિસ્તારમાં હળવો તો કેટલાક વિસ્તારમાં ભારે ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ થયા બાદ સાંજે એકાએક વાતાવરણમાં ભળતો આવતા ઉડી હતી અને કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. ઝડપી પવન ફુંકાવાને કારણે અને વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી છે.
હવામાન વિભાગ એક કરેલી આગાહી અનુસાર રાત્રે પણ ઝડપી પવન ફૂંકાશે અને હજુ પણ અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. તદુપરાંત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આજે વરસાદ વરસ્યો છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, પાટણ મોરબી વગેરે જિલ્લામાં ધોધમાર વરસાદ હતો.