દર વર્ષે બે કરોડ રોજગાર સર્જન એટલે 20 કરોડ રોજગાર આપવાનું તો બાજુ પર રહ્યું ઉલ્ટું 13.7 કરોડ રોજગાર છીનવાયા
મેનિફેસ્ટોના પાના નં. 18 પર 100 સ્માર્ટ સીટીનું વચન હતું. હકીકતમાં સ્માર્ટ સીટી એક પણ ન બન્યું
અહંકારમાં ડુબેલી ભાજપા સરકારે ‘જુમલા પત્ર’ રજુ કરતા દોઢ કલાકના લાંબા ભાષણ પછી 10 વર્ષના કાર્યકાળનો કોઈ હિસાબ આપવો ન પડે તે માટે મીડીયાને પ્રશ્નો પૂછવાની પણ મંજૂરી આપી ન હોતી
અમદાવાદ
ભાજપાના વધુ એક ‘જુમલા પત્ર’ પર પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાજપાએ 2014ની સામાન્ય ચૂંટણીમાં દેશના નાગરિકો ‘અચ્છેદિન’, ‘બહુત હુઈ મહંગાઈ કી માર’ જેવા રૂપાળા અને લોભામણા સૂત્રો સાથે રોજગાર (JOB), ન્યાય (JUSTICE) સ્માર્ટ સીટી વચન-વાયદા અપાયા હતા. તેની આજે 2024માં હકીકત શું ? તેનો હિસાબ આપવાને બદલે નવા સૂત્રો અને વાયદાઓ રજુ કરવામાં આવ્યા છે. દર વર્ષે બે કરોડ રોજગાર સર્જન એટલે 20 કરોડ રોજગાર આપવાનું તો બાજુ પર રહ્યું ઉલ્ટું 13.7 કરોડ રોજગાર છીનવાઈ ગયા. દેશને ગૌરવ અપાવનાર મહિલા ખેલાડીઓનું અપમાન, અત્યાચારમાં ન્યાય અપાવવામાં નિષ્ફળ મોદી સરકારે અત્યાચાર અને શોષણ કરનારાઓને રાજકીય સંરક્ષણ આપવામાં આવ્યું. મેનિફેસ્ટોના પાના નં. 18 પર 100 સ્માર્ટ સીટીનું વચન હતું. હકીકતમાં સ્માર્ટ સીટી એક પણ ન બન્યું પણ ચાઈનીએ ભારતની ભૂમિ પર ઘર અને પૂલ બાંધી દીધા. રોજગારના વચન સામે બેરોજગારીની ભેટ, મોંઘવારી મુક્તીના વચન બદલે મોંઘવારી આસમાને, મહિલા સુરક્ષાને બદલે મહિલા-દીકરીઓ અસલામતએ ભાજપા શાસનની ઓળખ બની ગઈ છે.ખેડૂતોની આવક બમણી કરવાના વચન આપનાર ભાજપાની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતોની આવક અડધી થઈ ગઈ અને ખર્ચ બમણો થઈ ગયો. ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના વિમાકંપનીઓ માટે લૂંટનું સાધન બની ગયું. ખેડૂતો બેહાલ થયા અને ભાજપાના મળતિયાઓ માલામાલ થયા શું આ છે અચ્છે દિન…! 2014ના મેનીફેસ્ટોમાં પાના નં. 5 પર સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ રચાશે અને દેશમાં કાળુ ધન પાછુ લવાશે અને જાહેર ભાષણમાં દરેક ના ખાતામાં 15-15 લાખ આવશે જ્યારે હકીકતમાં દેશના નાગરિકોના પરસેવાના કરોડો રૂપિયાનું સફેદ ધન લઈને રફુચક્કર થનારાની સંખ્યામાં મોટા નામો સામે આવ્યા છે.
ભાજપાના 2014ના મેનીફેસ્ટોના પાના નં. 6 પર રૂપિયો મજબૂત કરીને અર્થતંત્રની સધ્ધરતાનું વચન હતું હકીકતમાં રૂપિયાનું અવમૂલ્યન સાથે ડોલરની સામે રૂપિયો 83.61 જેટલો ધોવાઈ ગયો. સૌથી વધુ દેવાદાર રાષ્ટ્ર બનાવવાની સિધ્ધી પણ મોદી સરકારના નામે છે. ભાજપા સરકારે છેલ્લા દશ વર્ષમાં ઈલેક્ટોરલ બોન્ડ, પી.એમ. કેર ફંડ, દાળ કૌભાંડ, રેલ્વે સહિત સરકારી કંપનીઓના વેચાણમાં મોટા પાયે ગેરરીતિ, વેક્સીન ગોટાળો, કોવિડ દરમ્યાન ખરીદીમાં ભ્રષ્ટાચાર સહિત અનેક કૌભાંડોએ દેશની વ્યવસ્થાને મોટાપાયે નુકસાન કર્યું છે ત્યારે અહંકારમાં ડુબેલી ભાજપા સરકારે ‘જુમલા પત્ર’ રજુ કરતા દોઢ કલાકના લાંબા ભાષણ પછી 10 વર્ષના કાર્યકાળનો કોઈ હિસાબ આપવો ન પડે તે માટે મીડીયાને પ્રશ્નો પૂછવાની પણ મંજૂરી આપી ન હોતી. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધીએ કન્યા કુમારીથી કાશ્મિર સુધી ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા લાખો લોકોને મળીને મળેલા વિવિધ સૂચનો, તેમની જરૂરિયાત, સમસ્યા સીધી સાંભળી તેના આધારે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોએ પરામર્શ કરીને ન્યાયપત્ર – 2024 ના પાંચ ન્યાય – પચ્ચીસ ગેરન્ટી અંગે વાતચિત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, યુવા ન્યાય, મહિલા ન્યાય, ખેડૂત ન્યાય, શ્રમિક ન્યાય અને ભાગીદારી ન્યાયની ગેરંટી સમાવેશ થાય છે.