ભાજપનો સંકલ્પ પત્ર વિકસીત ભારત 2047ને સાકાર કરવાનો રોડ મેપ છે : ભુપેન્દ્રભાઇ પટેલ
કોંગ્રેસના સમયમા આંતકવાદથી ગ્રસ્ત દેશ આજે સુરક્ષીત દેશ બન્યો છે તેની ગેરંટી મોદીએ આપી છે : સી.આર.પાટીલ
અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા ભારતીય જનતા પાર્ટી લોકસભામા ફરી એક વાર મોદી સરકાર બનાવવા જઇ રહી છે ત્યારે ગત તારીખ 14 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર થયો છે. ભાજપના સંકલ્પ પત્રમા આપેલા દરેક મુદ્દાને જમીની સ્તરે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. ભાજપનો સંકલ્પ પત્ર વિકસીત ભારતના ચાર મજબૂત સ્તંભ જેમા યુવા,મહિલા.ગરીબ,ખેડૂતોને સશક્ત કરનારુ જાહેર કરવામા આવ્યું છે આ સંદર્ભે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એ પત્રકાર પરિષદને પ્રદેશ મીડિયા સેન્ટર,એસ.જી હાઇવે અમદાવાદ ખાતે સંબોધી હતી. આ પત્રકાર પરિષદમા પ્રદેશના મહામંત્રી રજનીભાઇ પટેલ,મુખ્ય પ્રવકતા યમલભાઇ વ્યાસ,પ્રદેશ મીડિયા કન્વીનર ડો.યજ્ઞેશભાઇ દવે, પ્રદેશ મીડિયા સહ કન્વીનરશ્રી ઝુબિનભાઇ આશરા ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંકલ્પ પત્ર અંગે મીડિયાને જણાવ્યું કે, દેશના નાગરીકોની આશા અને આકાંક્ષાને પ્રતિબિંબ કરતો સંકલ્પ પત્ર રજૂ કરવા બદલ સંકલ્પ સમિતિના અધ્યક્ષશ્રી રાજનાથસિંહજીને અભિનંદન. સંકલ્પ પત્રમા જનતાની સેવા કરવાની ગેરંટીનુ સંકલ્પ લઇને ભાજપ આવ્યુ છે. દેશની જનતાએ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પ્રત્યે દ્રઢ વિશ્વાસ રજૂ કર્યો છે અને આ વખતે પણ જનતા જનાર્દનના આશિર્વાદથી મોદી સાહેબના નેતૃત્વમા 400 થી વધુ બેઠકો જીતાડશે તેવો વિશ્વાસ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાત અને દેશમા સુશાસનનો પાયો મજૂબૂત કર્યો છે તેના કારણે ગુજરાતમા તમામ 26 બેઠક પર જનતાના આશિર્વાદથી ભવ્ય જીત મળશે. ભુપેન્દ્રભાઇ પટેલે વધુમા જણાવ્યું કે, સંકલ્પ પત્ર વિકસીત ભારત 2047ને સાકાર કરવાનો રોડ મેપ છે.મોદી સાહેબના નેતૃત્વમા ભારતની અર્થવ્યવસ્થા પાંચમા નંબરે પહોચી છે. દેશની જનતાને મફત અનાજ યોજના જાહેર કરી છે તે આગામી સમય સુધી ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ભાજપ એક એવી પાર્ટી છે કે જેની પાસે રાષ્ટ્રના વિકાસનો સંકલ્પ છે. રાષ્ટ્ર પ્રથમના સિંદ્ધાતથી ચાલતી પાર્ટી કોઇ હોય તો તે ભાજપ છે. મોદી સાહેબે મેક ઇન ઇન્ડિયા,ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાચુ કરી બતાવ્યુ છે. મોદી સાહેબે જે કાર્યનુ ભૂમિ પૂજન કરે તેનુ લોકાર્પણ પણ કરે અને જેટલુ કહ્યુ તેટલુ કરી બતાવે છે તે જ મોદીની ગેરંટી છે. સંકલ્પ પત્ર 2024 દેશના દરેક વર્ગ,સમાજ,નાગરીકોના જીવન ના પરિબળોને ધ્યાને રાખી તૈયાર કરવામા આવ્યું છે. મોદીએ સુર્ય ઘર યોજના થકી મફત વિજળી તેમજ દેશને ઓટો હબ,ગ્રીન એનર્જી,સેમિકન્ડકટર હબ, વૈશ્વીક મેન્યુફેકચરિંગ હબ આંતકવાદ સામે ઝીરો ટોલરન્સ અને રમત ગમત ક્ષેત્રનો વિકાસ, વન નેશન વન ઇલેકશન ,યુનિફોર્મ સિવિલ કોર્ડનો કાર્યો સુનિશ્ચિત કરશે. ભાજપ જે કહેવુ તે કરવુ તેવી વિકાસની નીતીને અનુસરે છે. ભાજપનો સંકલ્પ પત્ર ભાજપના સુશાસનનો વિઝન ડોક્યુમેન્ટ છે. આ સંકલ્પ પત્ર જનતા માટે ગેરંટી કાર્ડ સાબિત થશે અને જનતા આ સંકલ્પ પત્રને વધાવશે અને મોદી સાહેબને ફરી એક વાર વડાપ્રધાન બનાવશે તેમજ 400 થી વધુ બેઠકો જીતશે તેવો વિશ્વાસ છે.
સી.આર.પાટીલે સંબોધન કરતા મીડિયાને જણાવ્યું કે, ગઇકાલે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિશેષ ઉપસ્થિતિમા તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડા,રાજનાથસિંહ તેમજ દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબની ઉપસ્થિતિમા સંકલ્પ પત્ર જાહેર કરાવામા આવ્યો છે. સંકલ્પ પત્રમા 24 જેટલા મહત્વના મુદ્દાનો સમાવેશ કરવામા આવ્યો છે. કોંગ્રેસના સમયમા આંતકવાદથી ગ્રસ્ત દેશ આજે સુરક્ષીત દેશ બન્યો છે તેની ગેરંટી મોદી સાહેબે આપી છે. પહેલા સમાચારમા હેડલાઇન બનતી કે આંતકવાદીઓએ નિર્દોશ વ્યકિતઓના જીવ લીધા પરંતુ મોદી સાહેબના નેતૃત્વમા આંતકવાદની ઘટનાથી દેશને સુરક્ષીત રાખ્યો છે. પાટીલે સંકલ્પ પત્ર અંગે વધુમા જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગરીબ અને મધ્યમવર્ગ માટે મફત અનાજ આપવાની યોજનાને વધુ પાંચ વર્ષ લંબાવવાની જાહેરાત કરી છે. દેશના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને ઉત્તમ સારવાર મળે તે માટે આયુષ્યમાન કાર્ડ યોજનામા 70 વર્ષથી વધુ ઉમંરના વડિલોને લાભ મળે તે માટે જાહેરાત કરી છે. મહિલાઓની સુરક્ષા,અધિકારીઓનુ રક્ષણ ,વિકાસ માટે અનેક યોજના દ્વારા દેશની મહિલાઓને વિશ્વાસ અપાવ્યો છે. વડાપ્રઘાન મોદી સાહેબે લોકસભા અને રાજયસભામા મહિલાઓને 33 ટકા અનામત આપવાનો ઐતિહાસીક નિર્ણય કર્યો છે. આજે ભારતની મહિલાઓ મોદી સાહેબના નેતૃત્વમા દેશની સિમાની સુરક્ષાનુ નેતૃત્વ પણ કરી રહી છે.
પાટીલજીએ વધુમા જણાવ્યું કે, યુવાનો સ્વાવંબી બને તે માટે વગર વ્યાજની લોન મળે તે માટે યોજના જાહેર કરી છે. મોદી સાહેબે દેશના યુવાનોને લોન મળે તે માટે ગેરેંટર બન્યા. ખેડૂતો માટે આજદીન સુઘી કોઇ સરકારે યોજના જાહેર નોહતી કરી પરંતુ મોદી સાહેબે કિસાન સન્માન નિધી યોજના હેઠળ સિઘા રૂપિયા તેમના ખાતામા જમા થાય તેની જાહેરાત કરી હતી આ યોજના પણ લંબાવી છે.યુનાઇટેડ નેશનના સર્વે પ્રમાણે મોદી સાહેબે દેશમાથી 25 કરોડ લોકોને ગરિબી રેખાથી બહાર લાવ્યા છે. 4 કરોડથી વધુ લોકોને મકાન આપ્યા છે તેમજ આ વખતે વધુ 3 કરોડ લોકોને પાકુ ઘર મળે તેની જાહેરાત કરી છે. વન નેશન વન ઇલેકશન અંગે જાણાવ્યું કે, દેશમા એક ચૂંટણી થાય જેના કારણે રૂપિયાનો અને સમયનો બગાડ થાય છે તો તે માટે એક કમિટિ બનાવી અભિપ્રાય લેવામા આવ્યા છે,દરેક પાર્ટીઓ સાથે વાત કરી છે તે દિશામા પણ આગળ વઘવા વિશ્વાસ વ્યકત કર્યો છે.