અમદાવાદ
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની લોકસભાની તમામ ૨૬ બેઠકોની સામાન્ય ચૂંટણીઓ માટેનું તથા ૨૬-વિજાપુર, ૮૩-પોરબંદર, ૮૫-માણાવદર, ૧૦૮-ખંભાત તથા ૧૩૬-વાઘોડિયા વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીઓ માટેનું જાહેરનામું તા.૧૨.૦૪.૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓ પાસે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે.લોકસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં આજે તા.૧૫.૦૪.૨૦૨૪ના રોજ નીચે મુજબના ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજૂ કર્યા છે.
જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં આજ તા.૧૫.૦૪.૨૦૨૪ ના રોજ નીચે મુજબના ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજૂ કર્યા છે.
આમ તા.૧૨.૦૪.૨૦૨૪ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં કુલ ૩ ઉમેદવાર તથા આજ તા.૧૫.૦૪.૨૦૨૪ના રોજ કુલ ૨૮ ઉમેદવારો મળીને આજ દિન સુધીમાં કુલ ૩૧ ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રો રજૂ કરવામાં આવ્યા છે. જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં તા.૧૨.૦૪.૨૦૨૪ના રોજ ૧ (એક) ઉમેદવાર તથા આજ તા.૧૫.૦૪.૨૦૨૪ના રોજ કુલ ૩ ઉમેદવારો મળીને આજ દિન સુધીમાં કુલ ૪ ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રો રજૂ કરવામાં આવ્યા છે.ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૪ના સંદર્ભમાં ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-૨૬) પણ રજૂ કરવાનું રહે છે. જેથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-૨૬) રજૂ કર્યાના ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે.જે https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates લિંક પર જઈને જોઈ શકાશે .ઉમેદવારીપત્રો તા.૧૯.૦૪.૨૦૨૪ ના રોજ બપોરે 03.00 કલાક સુધી રજુ કરી શકાશે.