અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે મરણ ચિંસોથી ગુંજી ઉઠ્યો, 10 લોકોનાં મોત

Spread the love

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી કાર ટેન્કરની પાછળ ઘૂસી જતાં કારમાં સવાર તમામ લોકોનાં મોત નીપજ્યાં હતાં. પોલીસ દ્વારા ચાર મૃતકની ઓળખ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય 6ની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે. મૃતકો અલગ અલગ શહેરના હોવાનું સામે આવ્યું છે.

ટ્રેલર પાછળ કાર ધડાકાભેર ઘૂસી ગઈ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર એક કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે નડિયાદ નજીક ટેન્કર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં હાઈવે પર મરણચીસો ગુંજી ઊઠી હતી. ટેન્કર પાછળ જે કાર ઘૂસી ગઈ એમાં કુલ 10 લોકો સવાર હતા, જેમાંથી 8 લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યાં હતાં, જ્યારે બે લોકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનાં પણ મોત નીપજતાં કુલ મૃત્યુઆંક 10 થયો છે.

ગમખ્વાર અકસ્માત અંગે પ્રત્યક્ષદર્શી મુકેશભાઈ વાઘેલાએ હ્યું હતું કે તેઓ જ્યારે હાઈવે નજીક હતા ત્યારે જોરદાર અવાજ સંભળાતાં દોડી આવ્યા હતા. અહીં આવીને જોયું તો એક ટેન્કરની પાછળ અર્ટિંગા ઘૂસી ગઈ હતી. અમે ક્રેઈન બોલાવી ગાડી બહાર કાઢી. કારમાંથી 10 લોકોને બહાર કાઢ્યા, જેમાં 8 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં, જ્યારે બે લોકોને સારવાર માટે ખસેડ્યા હતા, જેમનાં પણ સારવાર દરમિયાન મોત થયાં હોવાની માહિતી મળી છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાતાં ખેડા જિલ્લા પોલીસવડા અને કલેકટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાએ કહ્યું હતું કે ટેન્કરમાં ખામી સર્જાઈ હોવાના કારણે રસ્તાની સાઈડમાં ઊભું હતું. ત્યારે વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલી અર્ટિગા કાર પાછળથી અથડાઈ હતી. અકસ્માતમાં 8 લોકોનાં ઘટનાસ્થળ પર મોત થયાં છે, જ્યારે બે લોકોનાં સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે. તમામ મૃતકોના સંબંધીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ ચાલુ છે. ચાર મૃતકની ઓળખ થઈ છે. ટેન્કર પુણેથી જમ્મુ જઈ રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com