દુબઈમાં આખા વર્ષનો વરસાદ 2 દિવસમાં પડ્યો, ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 45 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી

Spread the love

છેલ્લા 2 દિવસથી ખરાબ હવામાનને કારણે પાકિસ્તાન અને ગલ્ફ દેશોમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. પાકિસ્તાન, ઓમાન અને યુએઈમાં અત્યાર સુધીમાં 69 લોકોએ જીવ ગુમાવ્યા છે. ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં ભારે વરસાદને કારણે પાકિસ્તાનમાં ઈમર્જન્સી લાદવામાં આવી છે. ત્યાં અત્યારસુધીમાં 50 લોકોનાં મોત થયાં છે.

એ જ સમયે દુબઈમાં ખરાબ હવામાનને કારણે ભારતથી 28 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એમાં ભારત આવતી 13 ફ્લાઈટ્સ અને ભારતથી દુબઈ જતી 15 ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર, પાકિસ્તાનના તમામ પ્રાંતોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યાં 32 લોકો ગંભીર રીતે ઘાયલ છે. ખરાબ હવામાનની સૌથી ખરાબ અસર ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં જોવા મળી રહી છે.

પાકિસ્તાન હવામાન વિભાગે 22 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં ભારે વરસાદ અને કરાં પડવાની ચેતવણી જાહેર કરી છે. દક્ષિણના પ્રાંતો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તોફાન બલૂચિસ્તાનમાં ભારે તબાહી મચાવી શકે છે. ખૈબર પખ્તુનખ્વાના ચિત્રાલ, દાર, સ્વાત, એબોટાબાદમાં વધુ નુકસાન થઈ શકે છે. આ સિવાય પાકિસ્તાનના અન્ય ઘણા પ્રાંતો માટે પણ પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુધાબી, દુબઈ અને અલ આઈન જેવાં શહેરોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. ત્યાં આખા વર્ષનો વરસાદ 2 દિવસમાં પડી ગયો. મંગળવારે રોડ, રેલવે અને ફ્લાઈટને અસર થઈ હતી. આ શહેરોમાં ઓફિસો અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. લોકોને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.

ખલીજ ટાઈમ્સે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ટાંકીને લોકોને કહ્યું હતું કે જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી એરપોર્ટ પર ન આવે. ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે અને ઘણી ફ્લાઈટ ડાઇવર્ટ કરવામાં આવી છે. દુબઈ એરપોર્ટ પરથી મુસાફરી કરનારાઓ માટે ચેક-ઈન પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે.

યુએઈમાં સોમવાર 15 એપ્રિલની રાતથી વરસાદ શરૂ થયો હતો. મંગળવાર, 16 એપ્રિલની સાંજ સુધીમાં 120 મિમી (4.75 ઇંચ)થી વધુ વરસાદ પડી ગયો હતો. હવામાન વિભાગે બુધવારે એટલે કે આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે. લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.

બહેરીન, કતાર અને સાઉદી અરેબિયામાં ભારે વરસાદને કારણે પણ સ્થિતિ ખરાબ છે. ઓમાનમાં ભારે વરસાદને કારણે 18 લોકોનાં મોત થયાં છે.

વરસાદના કારણે વિશ્વના સૌથી વ્યસ્ત દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનોની અવરજવર બંધ થઈ ગઈ છે.

દુબઈ એરપોર્ટના પ્રવક્તાએ ગલ્ફ ન્યૂઝને જણાવ્યું હતું કે મંગળવારે 45 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. 3 ફ્લાઈટને અન્ય એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી હતી.

ખાડી દેશોમાં હવામાન બદલાવાનું મુખ્ય કારણ દક્ષિણ-પશ્ચિમ તરફથી નીચા દબાણનું નિર્માણ છે. નેશનલ સેન્ટર ઓફ મીટિઓરોલોજી (NCM)એ 2 દિવસ પહેલાં UAE અને સાઉદી અરેબિયામાં ભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગે આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 65 કિમી પ્રતિ કલાક રહેવાની પણ આગાહી કરી હતી.

UAEના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના નિષ્ણાત અહેમદ હબીબે જણાવ્યું હતું કે દુબઈ, અબુધાબી અને શારજાહમાં વરસાદની સાથે કરાં પણ પડી શકે છે. યુએઈ ફૂટબોલ એસોસિયેશને પૂરની સ્થિતિને જોતાં બુધવારે યોજાનારી તમામ મેચ રદ કરી દીધી છે.

ઓમાનમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. મસ્કત સહિત દેશના ઘણા વિસ્તારોમાં સ્થિતિ વધુ ખરાબ છે. અહીં ત્રણ દિવસમાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે પવન અને ભારે વરસાદના કારણે 18 લોકોનાં મોત થયાં છે, જેમાં 10 સ્કૂલનાં બાળકો પણ સામેલ છે, જેઓ બસમાં મુસાફરી કરી રહ્યાં હતાં. અચાનક પૂરના પાણીને કારણે બસ ધોવાઈ ગઈ હતી.

સાઉદી અરેબિયાના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં નોંધપાત્ર વરસાદની અપેક્ષા છે અને બુધવાર સુધી વિવિધ વિસ્તારોમાં તોફાન આવશે.રાજ્યના નાગરિક સંરક્ષણ વિભાગે લોકોને રાજ્યભરમાં ભારે વરસાદ અને ધૂળિયા પવનો વિશે સતર્ક રહેવા જણાવ્યું छे.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com