‘આવે છે આવે છે અમિતભાઈ આવે છે’: સાણંદમાં અમીત શાહની રેલી પહેલાં તૈયારીઓ શરૂ…

Spread the love

ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ 19

એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. તે પહેલાં

આજે 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભામાં રેલી

યોજશે. આજે સવારે સાણંદ અને કલોલ ખાતે રેલીનું

આયોજન કરવામાં આવ્યું છે. સાણંદ APMC સર્કલ

ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઊમટી પડ્યા છે.

અમિત શાહ રેલી શરૂ થવાની છે એ સ્થળે પહોંચતા જ

કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા અને તેમનું ભવ્ય

સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં ફૂલોથી શણગારેલા

ટ્રકનાં અમિત શાહ સવાર થઈ રેલીની શરૂઆત કરાવી હતી.

આકરી ગરમીમાં પણ માનવમેદની ઊમટી પડી છે. રેલીના

રૂટ પર કેસરિયો માહોલ જોવા મળી રહ્યો છે. અમિત શાહ

લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે.

પિતાના લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં પુત્ર જય શાહ સાણદ પહોંચ્યા છે. રેલી શરૂ થાય એ પહેલા જય શાહ 500 મીટર જેટલા રૂટ ઉપર ફરી નિરીક્ષણ કર્યું હતું અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. હાલ રેલીમાં જય શાહ પગપાળા ચાલી રહ્યા છે.

કમળના મોટા કટ-આઉટ સાથે વાતાવરણ ચૂંટણીમય બન્યો છે. ભાજપના કાર્યકરો કેસરી ઝભ્ભો પહેરી આવ્યા છે. રેલીમાં જોડાનાર ભાજપના કાર્યકરોના કપાળે કમળનું તિલક કરવામાં આવી રહ્યું છે. ઢોલ-નગારા વગાડવામાં આવતા જ માહોલ જામ્યો છે. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમિત શાહનારેલીમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને પ્રદીપસિંહ વાઘેલા પણ રેલીમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ ભાજપના ઝંડા સાથે પહોંચી રહી છે. મહિલાઓ ઢોલ-નગારાના તાલે ઝૂમી ઊઠી છે.

ગાંધીનગર લોકસભા અંતર્ગત ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાણંદમાં કેસરિયા રેલી કરશે.તેમજ ‘મોદી કી ગેરંટી’નો પણ પ્રચાર કરશે.

રંગબેરંગી છત્રી સાથે યુવાનો ટ્રેડિશનલ ડ્રેસમાં અમિત શાહને આવકારવા માટે સજ્જ થયા છે. ‘આવે છે આવે છે અમિતભાઈ આવે છે’, ‘અબ કી બાર 400 પાર’ના સ્લોગનો સાથે બેનરો પણ લગાવવામાં આવ્યા છે. અમિત શાહ આઇસર ટ્રકમાં સવાર થઈ રેલી કરશે. આથી આઇસર ટ્રકને પણ ફૂલો અને ભગવા રંગથી રંગી દેવામાં આવી છે.

જ્યારે સાંજે ચાર વાગ્યાથી અમદાવાદની સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભામાં રેલીનું આયોજન કરાયું છે. વેજલપુર ખાતે જાહેર સભા પણ કરવામાં આવશે. અમિત શાહના રેલી બાદ સ્વચ્છતા માટે ટીમો પણ તૈયાર છે. દરેક વિધાસભામાં રોડ-શોના અંતે આ ટીમ સફાઈ કરશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદની ચાર વિધાનસભા સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુરમાં રેલી કરશે. જેમાં અલગ અલગ 60 સ્થળોએ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જ્યાં વિવિધ સમાજ અને ધર્મના લોકો તેમજ આગેવાનો દ્વારા અમિત શાહનું સ્વાગત કરવામાં આવશે. રેલીમાં જે તે વિધાનસભાના ધારાસભ્યો, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રીના રેલીમાં 1000થી વધુ બાઈકો સાથે યુવા મોરચા સહિતના કાર્યકર્તાઓ પણ જોડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com