કામસુત્રમાં વર્ષો પહેલાં પણ બધાને ઘણી રૂચિ હતી, 600 વર્ષ જુની બુક મળી, વાંચો શું કહ્યું છે બુકમાં…

Spread the love

અત્યાર સુધી તો કામસૂત્રને દુનિયાની સૌથી વૈજ્ઞાનિક ઢબની સેક્સની બુક ગણવામાં આવતી હતી પરંતુ હાલમાં 600 વર્ષ જુની એક બુક મળી છે. હસ્તપ્રતોમાં સચવાયેલી આ બુકને વોયનીય મેન્યુસ્ક્રિપ્ટ એવું નામ અપાયું છે. હવે વૈજ્ઞાનિકોએ આ બુકના રહસ્ય ઉકેલી કાઢવાનો દાવો કર્યો છે. મેક્વેરી યુનિવર્સિટીના મુખ્ય લેખક ડો.કેગન બ્રૂઅરે કહ્યું કે વિશ્વના સૌથી રહસ્યમય લખાણમાં વોયનીય મેન્યુસ્ક્રિપ્ટ મધ્યયુગીન સેક્સ સિક્રેટ્સ છે.તેમણે કહ્યું કે બુકમાં લખવામાં આવેલા સાંકેતિક લખાણો સેક્સ, ગર્ભનિરોધક અને સ્ત્રીરોગવિજ્ઞાન પરની માહિતી ધરાવે છે.

એટલે કે આજથી 600 વર્ષ પહેલા પણ લોકોને તેમાં રસ હતો તે આ બુક સાબિત કરે છે. જોકે બુકમાં વૈજ્ઞાનિક ઢબની માહિતી આપવામાં આવી છે.

બુકમાં સ્ત્રીઓના ઘણા નગ્ન ચિત્રો છે. નગ્ન સ્ત્રીઓ કેટલીક ચીજો લઈને ઊભેલી દેખાય છે જેનો એક હિસ્સો જનનાંગો તરફ છે. સંશોધનકારો કહે છે કે આ રેખાંકનો એક સ્પષ્ટ સંકેત છે કે હસ્તપ્રતમાં સ્ત્રીરોગચિકિત્સા અને જાતીય આરોગ્ય વિશેની માહિતી છે.

કાર્બન ડેટિંગ કરવામાં આવતાં એવું જણાયું કે જે પ્રાણીઓની ચામડી પરથી બુક બનાવી હતી તેનું મોત 1552 અને 1612ની વચ્ચે થયું હતું. 1552 અને 1612ની વચ્ચે જીવી જનાર હોલી રોમન બાદશાહ રુડોલ્ફ-2 આ બુકના પહેલા માલિક હતા. 1912ની સાલમાં પોલીસ અમેરિકન બુક ડિલર Wilfred Voynichને આ બુકની ખરીદી લીધી હતી.

15મી સદીના ડોક્ટર Johannes Hartliebએ એવી ભલામણ કરી હતી કે ડોક્ટરોએ માહિતી છુપાવવા માટે ગુપ્ત અક્ષરો વાપરવા જોઈએ જેથી કરીને ગર્ભપાત અને કસુવાવડ ટાળી શકાય. ગુપ્ત સંકેતોને ઉકેલી કાઢતાં એવું જણાવ્યું કે તેમાં સેક્સ અને સ્ત્રી રોગ સંબંધિત વિવિધ રેસીપી જણાવાઈ હતી. મધ્યયુગન ડોક્ટરો એવું માનતા હતાં કે ગર્ભાશયમાં સાત ચેમ્બરો આવેલી છે અને યૌનીના બે મુખ- એક બાહ્ય અને બીજું આંતરિક. ચિત્રોની અંદર જે નવ કૂંડાળા જોવા મળે છે તે પણ આ વાત દર્શાવે છે. બુકમાં કેટલીક વિચિત્ર વાતો પણ જણાવાઈ છે ઉદાહરણ તરીકે, બુકમાં એક ઠેકાણે પાંચ લાઈન જોવા મળે છે જેમાં પાંચ નસોનો ઉલ્લેખ છે જે કૂંવારી યોનીમાં જોવા મળે છે. એક શિંગડા આકારનું પણ ચિત્ર જોવા મળે છે. સૂર્યનું ચિત્ર એવું સૂચવે છે કે ભ્રૂણ વિકસે એટલે સૂર્યને તેને ગરમી પૂરી પાડે છે.

કામસૂત્ર ઋષિ વાત્સ્યાયન દ્વારા લિખિત એક સંસ્કૃત પુસ્તક છે. પશ્ચિમી દુનિયામાં આ પુસ્તકને ‘કામુક સાહિત્ય’ તરીકે જોવામાં આવે છે પરંતુ હકીકતમાં આ પુસ્તકમાં વૈજ્ઞાનિક ઢબની સાચી માહિતી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com