ગુજરાતમાં લોકસભા ચુંટણીમાં રાજકોટ સંસદીય બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વધતા વિરોધ અને તેવો સાથે અને ભાજપના અન્ય ઉમેદવારો સામે કાળા વાવટા દેખાડીને થઈ રહેલા વિરોધમાં હવે રાજય સરકારે ચુંટણી લડતા ઉમેદવાર સામે કાળા વાવટા દેખાડવા પર પ્રતિબંધ લાદવા નિર્ણય લીધો છે અને તે અંગેનું એક જાહેરનામું અમદાવાદ પોલીસે બહાર પાડી દીધું છે.જયારે અન્ય મહાનગરો અને જીલ્લા પોલીસ પણ તેને અનુસરે તેવા સંકેત છે.
છેલ્લા કેટલાક સમયથી ફોર્મ ભરવા જતા ઉમેદવાર સામે ક્ષત્રિય સમાજ કાળા વાવટા દેખાડી શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં છેલ્લે ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણીયા સામે ક્ષત્રિય યુવકોએ કાળા વાવટા દેખાડીને વિરોધ કર્યો હતો.
રૂપાલા વિવાદ શરૂ થયો છે તે પછી ઠેર ઠેર આ પ્રકારે વિરોધ જાગતા અને ભાજપની સભાઓમાંજ વિધ્ન સર્જાવા લાગતા હવે તેઓ સરકારને શાંતિ જોખમાય તેવો ડર છે અને અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડીને પ્રચાર-પ્રસાર રેલી-સભા સરઘસમાં વિરોધ કરવામાં કાળા વાવટા દેખાડવા સૂત્રોચ્ચાર કરવા પ્લેકાર્ડ બેનર દર્શાવવા કે આકર્ષક ઉશ્કેરણી નજીક ભાષણથી સુલેહ શાંતિનો ભંગ થાય તથા હુલ્લડ કે બખેડો થવાની શકયતા અને ધ્યાનમાં રાખી આ પ્રકારની રેલી-સભા-સરઘસમાં કાળા વાવટા ફરકાવવા ઉશ્કેરણીજનક બેનર પ્રસિદ્ધ ન કરવા ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવા પર પ્રતિબંધ મુકી દેવાય છે. તા.7 મે સુધી આ જાહેરનામાનો અમલ રહેશે.