72 હજારના મુદ્દામાલ સાથે ચીલોડા પોલીસે,સટ્ટો રમી રહેલાં બે સટોડીયાને ઝડપી લીધાં..

Spread the love

ગાંધીનગરના સાદરા ગામમાં દાબેલી સેન્ટર તેમજ હેર કટિંગ સલૂનની દુકાનની બહાર બેસી આઇપીએલ ક્રિકેટ મેચનો એપ્લિકેશન મારફતે ઓનલાઇન સટ્ટો રમી રહેલાં બે સટોડીયાને રોકડ રકમ, મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 72 હજારના મુદ્દામાલ સાથે ચીલોડા પોલીસે પૂર્વ બાતમીના આધારે રંગેહાથ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર ચીલોડા પોલીસ મથકના ઇન્સ્પેકટર એન્ડરસન અસારીની સૂચનાથી સ્ટાફના માણસો દારૂ જુગારની પ્રવૃતિઓ ઉપર અંકુશ મેળવવા પેટ્રોલીંગ કરી રહ્યા હતા. આ દરમ્યાન બાતમી મળી હતી કે, સાદરા ગામના મહાદેવ વાળો વાસમાં રહેતો સમીર ઉસ્માનગની મેમણ સરબત સોડા એન્ડ દાબેલી સેન્ટર ખાતે મોબાઈલમાં આઇપીએલની ગુજરાત ટાઇટન્સ – દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાતી ક્રિકેટ મેચનો સટ્ટો રમી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરતાં સમીર મેમણ આઇફોનમાં એપ્લિકેશન મારફતે લાઈવ ક્રિકેટનો સટ્ટો રમતાં આબાદ રીતે ઝડપાઈ ગયો હતો. જેની પાસેથી પોલીસે 11 હજાર 500 રોકડા તેમજ 35 હજારનો આઈફોન મળીને કુલ રૂ. 46 હજાર 500 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

એજ રીતે ગામના રાધાવલ્લભ મંદીરની સામે રહેતો પરેશ શાંતિલાલ શર્મા હેર કટિંગની દુકાન આગળ બેસીને આઇપીએલ ક્રિકેટ મેચનો સટ્ટો રમતો હોવાની બાતમી મળી હતી. જેને પણ આઈફોનમાં એપ્લિકેશન મારફતે આઇપીએલ ક્રિકેટ મેચનો લાઈવ સટ્ટો રમતાં રંગેહાથ ઝડપી પાડી કુલ રૂ. 25 હજાર 740 નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com