13 ઉમેદવારે પોતાના ઉમેદવારી ફોર્મ આજે ભર્યા, વાંચો લિસ્ટ

Spread the love

ગાંધીનગર સંસદીય મતદાર વિભાગ માટે તા.12મી એપ્રિલના રોજ ચૂંટણી નોટિસ જાહેર થતાં ઉમેદવારી પત્રો આપવાનો અને ભરાયેલ ઉમેદવારી પત્ર સ્વીકારવાનો આરંભ થયો છે. આજે ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં 8 ઉમેદવારી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે 13 ઉમેદવારી પત્ર ભરાઇ પાછા આવ્યા છે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવેએ જણાવ્યું છે.

ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સમગ્ર લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સુચારું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં તા. 12 મી એપ્રિલથી ઉમેદવારી પત્ર આપવા અને ભરાયેલ ઉમેદવારી પત્ર સ્વીકારવાનો આરંભ થયો છે. ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાંથી ચૂંટણી લડવા માટે આજે 18મી એપ્રિલના રોજ 8 ઉમેદવારોએ કોરા ફોર્મ મેળવ્યા છે.

જયારે 13 ઉમેદવારે પોતાના ઉમેદવારી ફોર્મ આજે ભર્યા છે.

આજે ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં નરેશ પ્રિયદર્શી,

દેસાઇ ( અપક્ષ), મોહંમદ અનિશ,(બહુજન સમાજ

પાર્ટી), ઠાકોર જીતેન્દ્રસિંહ જશવંતસિંહ (ઇન્સાનિયત

પાર્ટી), કિશોરકુમાર ગોયલ(અપક્ષ), રજનીકાન્ત

અંબાલાલ પટેલ(અપક્ષ), નવસાદઆલમ મલેક(અપક્ષ),

ચન્દ્રસિંહ ઠાકોર(અપક્ષ), સોલંકી જયશ્રીબેન

અમૃતભાઇ( લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટી), શાહનવાઝખાન

પઠાણ (અપક્ષ),માખણભાઇ કાળિયા( અપક્ષ), પઠાણ

ઇમતીયાજખાન ( અપક્ષ), મલેક મકબૂલ શાકિબ

( અપક્ષ), પરેશ મુલાણી ( ભારતીય રાષ્ટ્રીય દળ)એ પોતાનું

ફોર્મ ભરીને જમા કરાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com