દેવીનીલ ફિલ્મ પ્રોડકશનની આજથી સિનેમા ઘરોમાં રજૂ થયેલી “મુખી” સત્ય ઘટના પર આધારિત ગુજરાતી ફિલ્મ

Spread the love

ગુરુજીના આશીર્વાદ લેતા નિર્માતા હસ્વીનકુમાર પટેલ

આ ફિલ્મની વાર્તા મારા પિતાજી કે જેઓ ગામના મુખી હતા અને તેઓએ દારૂબંધી વિશે લોકોને જાગૃત કરવાનું કાર્ય કર્યું હતું અને તેમાં તેમને કેટલી મુશ્કેલીઓ આવી હતી તેવી સત્યકથા પર આધારિત : નિર્માતા હસ્વીનકુમાર પટેલ

મારું પાત્ર એ મધુ નામનું પાત્ર છે. 25 વર્ષની નાની ઉંમરમાં મેં એક માતાનો રોલ કર્યો છે અને મારા બે સંતાન છે . આ રોલ મેં ખૂબ જ સરસ નિભાવ્યો છે : ક્રિષ્ના ઝાલા

સ્ટોરી : પ્રફુલ પરીખ

અમદાવાદ

દેવીનીલ ફિલ્મ પ્રોડકશનની આગામી ગુજરાતી ફિલ્મ “મુખી”સત્ય ઘટના પર આધારિત ગુજરાતી ફિલ્મ નો પ્રીમિયર શો આજે સીટીએમ ચાર રસ્તા પાસે આવેલી એક મલ્ટિપ્લેક્સમાં રાખવામાં આવ્યો હતો. ફિલ્મના નિર્માતા હસ્વીનકુમાર પટેલ અને સહનિર્માતા સવજીભાઈ સતાણી (અશોક સાઉન્ડ બોટાદ) છે. આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા જીત ઉપેન્દ્ર મુખ્ય ભૂમિકામાં છે આ એક એવા અભિનેતા છે જે બોલીવુડમાંથી ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે.

ગુજરાતી કલાકાર શ્રીકાંત સોનીના પુત્ર દિલીપ સોની

જ્યારે અન્ય સાથી કલાકારોમાં શુભલક્ષ્મી, ક્રિષ્ના ઝાલા, હિમાંશુ તૂરી, કરિશ્મા ખોજા અને વિલનની ભૂમિકામાં દિલીપ સોની અભિનય કરી રહ્યા છે. સાથે જ ગુજરાતી ફિલ્મ અને નાટક ના જાણીતા અભિનેતા બિમલ ત્રિવેદી, ઈશ્વર સમીરકર, સૂર્યકીરણ રાવત અને જ્યેન્દ્ર મેહતા મહેમાન કલાકાર તરીકે અભિનય કરી રહ્યા છે.

આ ફિલ્મના દિગ્દર્શક કલ્પેશ દેસાઈ છે જેઓ પણ ગુજરાતી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક છે. સાથે કેમેરામેન મુસ્તુફા મલિક અને સંગીત કલીમ શેખનું છે જ્યારે ગીતકાર કાંતિ પટેલ છે.

નિર્માતા હસ્વીનકુમાર પટેલે જણાવ્યું હતું કે હું અમેરિકાનો સીટીઝન છું મને દેશ ગુજરાત અને મારા ગામ , સમાજ પ્રત્યે ખૂબ જ પ્રેમ અને લાગણી છે. સમાજને સારો સંદેશો આપવા માટે મેં ફિલ્મ ઉદ્યોગ જગતમાં પ્રવેશ કર્યો.આ ફિલ્મની વાર્તા મારા પિતાજી કે જેઓ ગામના મુખી હતા અને તેઓએ દારૂબંધી વિશે લોકોને જાગૃત કરવાનું કાર્ય કર્યું હતું અને તેમાં તેમને કેટલી મુશ્કેલીઓ આવી હતી તેવી સત્યકથા પર આધારિત છે. ગામના લોકોને દારૂના વ્યસનથી છોડાવવા માટે ઝુંબેશ કરે છે જેના કારણે અનેક યાતનાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેનાથી ગામના ઘણા લોકોને તે સાચા રસ્તે લઈ જાય છે.આ ફિલ્મને ગુજરાતી દર્શકોને ૧૯/૦૪/૨૪ થી સીનેમાઘરો માં જોવા મળશે. સહકુટુંબ ફુલ ફેમિલી સાથે માણવા લાયક સુંદર મજાની ગુજરાતી ફિલ્મ છે. માતાજીના ગરબાનું સરસ સંગીત આપ્યું છે.

ક્રિષ્ના ઝાલા એ જણાવ્યું હતું કે બહુ જ નાની ઉંમરથી હું એક્ટિંગ લાઈનમાં છું અને મને આ ફિલ્મ કરવાની તક મળી છે તેથી હું નિર્માતાની આભારી છું. અગાઉ મેં લવનો ભવાડો ફિલ્મમાં કામ કર્યું હતું મુખી બીજી મારી ગુજરાતી ફિલ્મ છે. મારું પાત્ર એ મધુ નામનું પાત્ર છે. 25 વર્ષની નાની ઉંમરમાં મેં એક માતાનો રોલ કર્યો છે અને મારા બે સંતાન છે . આ રોલ મેં ખૂબ જ સરસ નિભાવ્યો છે .

મૂખી ફિલ્મની હીરોની બહેનની ભૂમિકા નિભાવતી રોશની પ્રજાપતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com