કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનનાં પોતાના ઉમેદવાર પોતાની પાર્ટીના જ ઝંડા લઈ જવા ઇનકાર કરી રહ્યા છે.પાર્ટી પોતાનો ઝંડો નથી બચાવી શક્તિ તે દેશ કેવી રીતે બચાવશે ?માત્ર PM મોદીને કેવી રીતે હટાવવા તે અંગે વાત કરે છે.ઇન્ડિ એલાયન્સ માત્ર નામનું બન્યું છે.
અમદાવાદ
આજે અમદાવાદમાં આશ્રમ રોડ પર ITC વેલકમ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તેઓએ કહ્યું હતું કે છેલ્લાં 10 વર્ષમાં ભારતની ઇકોનોમીએ દુનિયામાં વિકસિત દેશનું ઉદાહરણ આપ્યું છે. નાનામાં નાના વર્ગને ઉપર લાવવાનું કામ મોદી સરકારે કર્યું.PM મોદી પાસે 2047 સુધીનું પ્લાનિંગ છે.ટેસ્લાના વડા એલન મસ્ક હવે ભારત આવી રહ્યા છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સાથે તેમની મુલાકાત દર્શાવે છે કે ભારત હવે એક મોટા ટેક-રીવોલ્યુશન ભણી આગળ વધી રહ્યું છે અને વિશ્ર્વની મોટી કંપનીઓ ભારતમાં તેના ઉત્પાદન એકમો લાવી રહી છે.અમે ઈચ્છીએ છીએ કે મેન્યુફેક્ચરર્સ અને રોકાણકારો ભારત માટે તેમ જ અહીંથી નિકાસ કરવા માટે આવે અને ઉત્પાદન કરે. અમે નીતિ સંબંધિત બાબતોથી ઉત્પાદકો અને રોકાણકારોને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશું.ભાજપ સરકાર શિક્ષણ, મેડિકલ ફેસિલિટી, સામાન્ય લોકો સુધી રાંધણ ગેસ, પાણી પહોંચે તેવો પ્રયાસ કર્યો.તથા બેંક દ્વારા નાના વર્ગના લોકોને સ્મોલ લોન મળે તેવો પણ ભાજપ સરકારે પ્રયાસ કર્યો છે.
વર્ષ 2014 અગાઉ અર્થતંત્ર ખરાબ સ્થિતિમાં હતું અને ફુગાવો બે આંકડામાં હતો. તે સમયે દેશને કોઈ આશા ન હતી. ઘણી મહેનત બાદ આજે આપણે વિશ્વના પાંચમાં ક્રમના સૌથી મોટા અર્થતંત્ર તરીકે ઉભરી રહ્યા છીએ. 2014 બાદ અર્થવ્યવસ્થાનું સ્થિર વિકાસ થયો છે. ભારત પાસે હવે દરેક સમસ્યાઓનું સમાધાન છે.
નિર્મલા સીતારમને કોંગ્રેસના રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે તેમણે છેલ્લા પાંચ વર્ષમાં વાયનાડનો એક પણ વિષય ઉઠાવ્યો નથી. કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનનાં પોતાના ઉમેદવાર પોતાની પાર્ટીના જ ઝંડા લઈ જવા ઇનકાર કરી રહ્યા છે.પાર્ટી પોતાનો ઝંડો નથી બચાવી શક્તિ તે દેશ કેવી રીતે બચાવશે ?અન્ય પક્ષો દેશને કેવી રીતે આગળ લઈ જવા તેનો વિચાર કરતા નથી, માત્ર PM મોદીને કેવી રીતે હટાવવા તે અંગે વાત કરે છે.ઇન્ડિ એલાયન્સ માત્ર નામનું બન્યું છે. ઇન્ડી એલયાન્સ એકજૂથ નથી, દરેક રાજ્યોમાં અમે સાબિત કર્યું કે આ લોકો એક નથી તેમજ ઉદયનિધીનાં નિવેદન પર નિર્મલા સીતારમણે પ્રતિક્રિયા આપી હતી.AIMIM ના અધ્યક્ષ ઓવૈસી ઉપર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ સતત બીભત્સ નિવેદન આપતા આવ્યા છે. ન માત્ર ઓવૈસી પણ તેમના ભાઈ પણ આ પ્રકારે નિવેદન આપતા રહ્યા છે. એટલે તેમની વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી.