ગાંધીધામ ખાતે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલના એક કર્મચારીની એસીબીના અધિકારીએ લાંચ લેતા ધરપકડ કરી છે. આયુષ્યમાન કાર્ડની કાર્યવાહી સરકારના નિયમોનુસાર તદ્દન નિશુલ્ક કરવાની હોય છે. પરંતુ કર્મચારીએ એક નાગરિક પાસે રૂ. 500 ની લાંચ માંતા એસીબીએ ફરિયાદનો આધારે કાર્યવાહી કરી હતી.આ કેસની વિગત મુજબ કચ્છના ગાંધીધામ ખાતે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નાગરિકોના લાભાર્થે આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવે છે.
જે સરકારના નિયમ મુજબ તદ્દન નિશુલ્ક છે. તેમછત્તા આયુષ્યમાન કાર્ડ કાઢી આપનાર અધિકૃત કર્મચારી આ કાર્ડ માટે પૈસાની માંગણી કરતો હતો. બીજીતરફ એસીબીના અધિકારીઓને માહિતી મળી હતી કે સ્ટર્લિંગ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માટે હોસ્પિટલના અધિકૃત કર્મચારી હર્ષ રાજેશભાઈ ગુર્જર પ્રજાજનો પાસેથી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માટે રૂ. 400 થી 500 ગેરકાયદે લાંચ લે છે. જેને આધારે એસીબીના અધિકારીઓએ સ્ટર્લિંગ હોસ્પિટલના આયુષ્યમાન હેલ્પ ડેસ્ક કાઉન્ટર પર જાળ બિછાવીને રૂ. 500 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. એસીબીના ગાંદીધામના પીઆઈ ટી.એચ.પટેલ અને તેમની ટીમે આ કામગીરી બજાવી હતી.