ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળે તાજેતરમાં જ ગુડા
વિસ્તારના રહેવાસીઓ માટે 2663 આવાસ યોજનાનો
ઓનલાઈન ડ્રો કરીને લાભાર્થીઓને તેમના ડોડ્યુમેન્ટ
વેરીફિકેશન માટે પણ બોલાવ્યાં હતાં, વેરીફિકેશનની તમામ
પ્રક્રિયા ગુડાએ પૂર્ણ જાહેર કર્યાં બાદ અંદાજીત 300થી
વધારે દસ્તાવેજો અમાન્ય ઠર્યા હોવાનું તંત્રને ધ્યાને આવ્યું
છે, જેથી કરીને આગામી દિવસોમાં કુલ આવાસના 10 ટકા
કરતાં પણ વધારે સંખ્યામાં વેઈટીંગ લાગુ કરવાની ફરજ
તંત્રને પડશે. 2663 આવાસની યોજનાથી જ ગુડાની હદમાં
રહેતાં રહેવાસીઓને આવાસ યોજનાનો લાભ આપવાનું
ગુડાની બોર્ડ બેઠકમાં નક્કી કરાયું હતું, જેથી કરીને ગુડા
વિસ્તાર સિવાયના અન્ય લાભાર્થીઓની ફાળવણી આગામી
ટૂંક સમયમાં જ તંત્ર દ્વારા રદ્દ કરાશે, વેઈટીગમાં રહેલાં પ્રથમ
300 જેટલાં અરજદારોને લાભાર્થી બનશે.
આવાસ યોજનાના ફોર્મ ભરવા દરમિયાન તંત્રે 7500 રૂપિયા ડિપોઝીટ પેટે તમામ અરજદારો પાસેથી લિધાં હતાં, ગુડાના ઈતિહાસમાં અત્યાર સુધી 11700થી વધારે ફોર્મ 2663 આવાસ યોજનામાં ભરાયાં હતાં, ત્યારે 2663 લાભાર્થી અને વેઈટીંગમાં રહેલાં 50 ટકા અરજદારોને બાદ કરતાં 7840 લોકોને 5.88 કરોડથી વધુની રકમ રિફંડ કરવાની પ્રક્રિયા તંત્રે શરૂ કરી દીધી છે. જેમાં અંદાજીત 7325 જેટલાં અરજદારોને રિફંડ આપી પણ દેવામાં આવેલ છે. જ્યારે અન્ય 515 જેટલાં અરજદારોના બેંક એકાઉન્ટની ડિટેલ્સ ખોટી ભરાયેલી હોવાથી ફરીથી એકાઉન્ટ નંબરની વિગતો મંગાવીને રિફંડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.