વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના 40 કરોડ લોકોને ગરીબીની રેખામાંથી બહાર કાઢ્યા : જેમી ડિમોન

Spread the love

વૈશ્વિક બેંકિંગ જાયન્ટ જેપી મોર્ગન ચેઝના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) જેમી ડિમોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીના સરાહના કરતા કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના 40 કરોડ લોકોને ગરીબીની રેખામાંથી બહાર કાઢ્યા છે અને તેઓ દેશમાં અવિશ્વસનીય કામગીરી કરી રહ્યા છે.

મંગળવારે ઇકોનોમિક ક્લબ ઓફ ન્યૂયોર્ક દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા ડિમોને મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા આર્થિક સુધારાઓની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેમાંથી કેટલાક સુધારા અમેરિકામાં પણ લાગુ કરવાની જરૂર છે.

પીએમ મોદીના વખાણ કરતા ડિમોને તેમને મજબૂત મનોબળ ધરાવતા વ્યક્તિ ગણાવ્યા હતા અને સાથે જ મુશ્કેલીભર્યા પગલાં ભરવાનો શ્રેય પણ તેમને આપ્યો હતો.

જેપી મોર્ગનના સીઈઓએ કહ્યું હતું કે, તેમણે દેશના 70 કરોડ લોકો માટે બેંક ખાતા ખોલાવાનું અદ્વિતીય કાર્ય કર્યું હતું અને હવે તેમાં ટ્રાન્સફર ઓફ પેમેન્ટની સુવિધા ચાલી રહી છે. આ સિવાય તેમણે કહ્યું હતું કે દેશમાં અદ્ભુત શિક્ષણ પ્રણાલી તથા ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ બધી બાબતોને લઈને સમગ્ર દેશ માટે વિકાસના પંથે આગળ વધવાનું અનુકૂળ બન્યું છે.

જેપી મોર્ગનના સીઈઓએ અમલદારશાહીની આડે આવતા અવરોધોને દૂર કરવા બદલ પણ પીએમ મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતમાં લગભગ 28 રાજ્યો અને કેટલાક કેન્દ્રશાસિત પ્રદેશો છે. જે લગભગ યુરોપ જેવું છે. ભારત સંપૂર્ણપણે અલગ ટેક્સ સિસ્ટમ ધરાવે છે. આમાં મોટો ભ્રષ્ટાચાર થતો હતો. પીએમ મોદી હવે તેનો ખાતમો કરી રહ્યા છે.જેમી ડિમોને પીએમ મોદીના વખાણ કરતાં તેમને કડક શાસક ગણાવ્યા હતા. તેમણે ભારતની GST પ્રણાલીની પણ પ્રશંસા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com