અમદાવાદના વસ્ત્રાપુરમાં મંદિરના જીર્ણોદ્ધારમાં પત્રિકામાં નામ છપાવવા બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ પથ્થરમારા દરમિયાન એક વૃદ્ધાનું મોત થયું છે. જયારે સાત લોકોને ઈજા પહોંચી છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જયારે પોલીસે સ્થળ પર તથા હોસ્પિટલ પહોંચીને કાર્યવાહી શરૂ કરી છે. વૃદ્ધાના મોત તથા પથ્થરમારા મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
આ અંગે ઝોન ૧ ઇન્ચાર્જડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે, બે જૂથ વચ્ચે મંદિરના જીર્ણોદ્વારમાં પત્રિકામાં નામ છાપવા બાબતે કેટલાક સમયથી આંતરવિગ્રહ ચાલી રહ્યો હતો.આજે આ વિગ્રહ વધારે ઉગ્ર થતાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો છે. જેમાં એક મહિલાનું મોત થયું છે. બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. પોલીસ સમગ્ર મામલે ગુનો
નોંધી વધુ કાર્યવાહી કરશે. તેવું આશ્વાસન આપ્યું હતું.એક ફરિયાદની અંદર ગાંધીનગરના પોલીસ- ઇન્સ્પેક્ટર ખુદ આરોપી હોવાનું સામે આવી રહ્યું છે, પોલીસમાં મળેલી વિગત પ્રમાણે, ગોવિંદ ભરવાડ નામની એક વ્યક્તિને આરોપી તરીકે દર્શાવવામાં આવી છે, જેઓ ગાંધીનગરમાં પોલીસ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે અને તેઓ હાલ રાયોટિંગ અને ૩૦૨ના આરોપી હોવાનું સામે આવ્યું છે. આ અંગે શહેર પોલીસ કમિશ્નરજી.એસ. મલિકે જણાવ્યું હતું કે આ કેસમાં પીઆઈનું નામ આવ્યું છે, જેની તપાસ ચાલી રહી છે અને સમગ્ર બાબતમાં નિષ્પક્ષ તપાસ થશે.ગોવિંદ ભરવાડ જોવા જઈએ તો અનેકનાં નામ છે, ત્યારે સુત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસ ખાતામાં પીઆઇ તરીકે ફરજ બજાવતાં હોવાનું ચર્ચા સાંભળવા મળી છે, ત્યારે હજી ધનીષ્ઠ તપાસ ચાલી રહી છે, તપાસ બાદ સાચી હકીક્ત બહાર આવશે,