કપૂર વિષે તમે લોકો એ સાંભળ્યું જ હશે કપૂર માં બહુ બધા એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ફંગલ ગુણો રહેલા હોય છે. આ કારણ ના લીધે તેને પૂજા અને હવનની સામગ્રી માં ઉપયોગ માં લઇ શકાય છે. કપૂર માં રહેલા તત્વો ઘણા બધા જીવાણુઓ નો નાશ કરી અને હવાને શુદ્ધ બનાવે છે. આજે અમે તમને કપૂર ના બીજા ઘણા ફાયદાઓ વિષે પણ જણાવીશું જે જાણી ને તમે ખુશ થઇ જશો. આવો જાણીએ કપૂરના ફાયદા અને તેના ઉપયોગ વિષે.
વાળની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે વાળ માં કપૂરનું તેલ લગાવવું જોઈએ. કાપુર્નાટેલ ની મદદ થી વાળ સુંદર બને છે. તેને ઘરે આ રીતે બનાવી શકાય છે.તેને ઘરે બનાવવા માટે નારિયેળ તેલમાં કપૂરના થોડાક ટૂકડા ઉમેરી લો અને એરટાઇટ ડબ્બામાં ભરીને રાખી દો. થોડાક સમય બાદ નારિયેળ તેલ કપૂરના ગુણોને ગ્રહણ કરી લેશે અને બરાબર મિક્સ થઇ જશે. આ રીતે તૈયાર છે કપૂરનું તેલ. કપૂરના તેલ ને મોઢા પર લગાવવાથી ખીલના દાગ દુર થય છે. ગમે તેવા ગાઠ ખીલ ના દાગ હશે તો તે પણ દુર થઇ જશે.
એક ટબ માં થોડું પાણી ગરમ કરી લો અને તેમા થોડૂંક કપૂરનું તેલ ઉમેરી લો. હવે તેમા થોડીક વાર તમારા પગને ડૂબાડીને રાખો. જેથી તમારી એડી સાફ થવાની સાથે ફાટેલી એડીની સમસ્યાથી પણ રાહત મળશે. આ શિવાય પગ માં થતી ફંગસ જેવી સમસ્યા અને એલર્જી થી પણ તમને રાહત મળશે.
કપૂરનું તેલ વાળમાં લગાવવાથી વાળ ખુબ જ સુંદર બની જાય છે. તેની મદદથી વાળ બમણી તેજીએ વધે છે. કપૂર ના તેલ માં દહીં ઉમેરી અને વાળ માં લગાવવું અને પછી તેને ધોઈ લેવું. ત્વચામાં કોઇ દાઝી ગયેલા કે ઇજાના નિશાન થયા હોય તો પણ તમે તે જગ્યા પર કપૂરનું તેલ લગાવો જેથી તે નિશાન આછા થઇ જશે અને ત્વચામાં રહેલા ડાઘ પણ દુર થઇ જશે.