ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(એસબીઆઈ) પોતાના બેંક ચાર્જ અને ટ્રાન્જેક્શનને લઈને ઘણા નિયમો પર પરિવર્તન કરવા જઈ રહી છે. 1 ઓક્ટોબર-2019 થી બેંક પોતાના સર્વિસ ચાર્જમાં ઘણા બદલાવો કરવાની છે. જેમાં બેંકમાં રૂપિયા જમા કરવા, કાઢવા, ચેકનો ઉપીયોગ, એટીએમ ટ્રાન્જેક્શન સાથે જોડાયેલા સર્વિસ ચાર્જનો પણ સમાવેશ છે. સર્વિસ ચાર્જમાં બદલાવની બાબતમાં એસબીઆઈએ પોતાની વેબસાઈટ પર એક સર્કુલર જાહેર કર્યું છે. બેંકના સર્કુલરના આધારે 1 ઓક્ટોબર પછી તમે એક મહિનામાં તમારા ખાતામાં માત્ર 3 વાર જ રૂપિયા ફ્રી માં જમા કરાવી શકશો. જો તેનાથી વધારે વાર રૂપિયા જમા કરાવો છો તો દરેક ટ્રાન્જેક્શન પર 50 રૂપિયાનો ચાર્જ આપવાનો રહેશે, બેંક સર્વિસ ચાર્જ પર 12 ટકાનો જીએસટી પણ વસુલે છે. આવી રીતે જો તમે ચોથી, પાંચમી કે તેનાથી પણ વધારે વાર રૂપિયા જમા કરાવો છો તો દરેક વખતે તેના માટે 56 રુપિયા આપવાના રહેશે.
જણાવી દઈએ કે અત્યાર સુધી કોઈપણ બેંકમાં ખાતામાં રૂપિયા જમા કરવાની બાબતમાં કોઈપણ રોક-ટોક ન હતી. કોઈપણ વ્યક્તિ પોતાના ખાતામાં મહિનામાં ગમે તેટલી વાર ગમે તેટલા પૈસા જમા કરાવી શકે છે. તેના સિવાય જો ચેક કોઈ કારણને લીધે બાઉંસ થઇ જાય તો ચેક રીલીઝ કરનાર પર 150 રૂપિયા અને જીએસટીનું વધારાનું ભુગતાન કરવાનું રહેશે. જીસેટી સાથે આ ચાર્જ 168 રૂપીયા થશે. બેંકના સર્કુલરના આધારે દેશના છ મેટ્રો શહેરો જેવા કે મુંબઈ, દિલ્લી, ચેન્નઈ, કલકત્તા, બેંગ્લોર અને હેન્દ્રાબાદમાં બેંકના એટીએમ પર લોકો દરેક મહિને 10 ટ્રાન્જેક્શન કરી શકશે. જ્યારે અન્ય શહેરોમાં એસબીઆઈના એટીએમ પર 12 ટ્રાન્જેક્શન કરી શકાશે.
જો કોઈ વ્યક્તિ બીજી બેંકના એટીએમનો પ્રયોગ કરે છે તો પછી તેને મહિનામાં પાંચ ટ્રાન્જેક્શન કરવાની સુવિધા મળશે. જો કે એસબીઆઈએ રિયલ ટાઈમ ગ્રાસ સેટલમેન્ટ(આરટીજીએસ)પર લાગનારા ચાર્જ પર રાહત આપી છે. 25,000 થી ઉપર મિનિમમ એવરેજ બેલેન્સ રાખનારાઓને બેંક એટીએમનો પ્રયોગ અસમિતિ કરવામાં આવશે. જ્યારે તેનાથી નીચે એવરેજ બેલેન્સ રાખનારાઓ માટે પહેલાના નિયમના આધારે આઠ ફ્રી ટ્રાન્જેક્શન કરવા મળશે. જો કોઈ વ્યક્તિ બેંક શાખામાં જઈને આરટીજીએસ કે પછી એનીઈએફટી કરે છે તો તેનો ચાર્જ આપવાનો રહેશે જો કે નેટબેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ કે પછી યોનો એપ દ્વારા કરવામાં આવતા ટ્રાન્જેક્શન પર કોઈ ચાર્જ નહિ લાગે.
આરટીજીએસ(બેંક શાખા પર)
બે લાખથી પાંચ લાખ સુધી: 20 રૂપિયા(જીએસટી વિશેષ)
પાંચ લાખથી ઉપર: 10 રૂપિયા(જીએસટી વિશેષ)
એનઇએફટી(જીએસટી વિશેષ)
10 હજાર રૂપિયા…બે રૂપિયા
10 હજારથી એક લાખ રૂપિયા…ચાર રૂપિયા
એક લાખથી બે લાખ રૂપિયા…12 રૂપિયા
બે લાખથી વધારે…20 રૂપિયા