સુરતના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થવાની બાબતમાં ભાજપ સાથે મેળાપીપણું સ્પષ્ટ દેખાઈ આવતા છ વર્ષ માટે સસ્પેન્ડ : કોંગ્રેસ શિસ્ત સમિતિ સભ્ય બાલુભાઈ પટેલ

Spread the love

નિલેશ કુંભાણી નાટ્યાત્મક રીતે ગાયબ થતાં અને કોઈપણ જાતનો પક્ષને ખુલાસો કરેલ નથી, જેથી પક્ષનો છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો પણ નિર્ણય,

ભારતીય જનતા પાર્ટીએ તમામ તંત્રનો દુરુપયોગ કરીને અન્ય પક્ષના ઉમેદવારને લોભ, લાલચ, ભય અને ત્રાસ આપીને બધા જ ફોર્મ પરત ખેંચાવી લઈને લોકશાહીની હત્યા કરી જે લોકશાહીના ઈતિહાસમાં આ ઘટના કલંકિત રીતે કાળા અક્ષરમાં લખાશે

અમદાવાદ

કોંગ્રેસ શિસ્ત સમિતિના સભ્ય બાલુભાઈ પટેલે જણાવ્યું હતું કે શિસ્ત સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચાના અંતે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.કોંગ્રેસ પક્ષે સુરતમાંથી સંસદની ટિકિટ આપી હતી. સૌરાષ્ટ્રના અનેક પાટીદારો તથા અન્ય સૌરાષ્ટ્રના લોકો કે જેઓ સુરત સ્થિત થયા છે તેમના પ્રતિનિધિ તરીકે  અવાજ ઉઠાવો તેવી ગણતરી પક્ષની હતી. નિલેશ કુંભાણીનું ફોર્મને રદ્દ થવાની બાબતમાં  સંપૂર્ણપણે નિષ્કાળજી તેમજ ભારતીય જનતા પાર્ટી સાથે નિલેશ કુંભાણીનું મેળાપીપણું હોવાની પરિસ્થિતિ સ્પષ્ટ દેખાઈ આવી હતી. આમ છતાં, કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ પૂરી સ્પષ્ટતા કરી શકો અને તમારો પક્ષ રજૂ કરી શકો તે માટે શિસ્ત સમિતિએ તમને સમય આપ્યો હતો. તેથી નાટ્યાત્મક રીતે ગાયબ થતાં અને કોઈપણ જાતનો  પક્ષને ખુલાસો કરેલ નથી, જેથી પક્ષે છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.  ફોર્મ રદ્દ થવું એ અત્યંત કમનસીબ ઘટના છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ તમામ તંત્રનો દુરુપયોગ કરીને અન્ય પક્ષના ઉમેદવારને લોભ, લાલચ, ભય અને ત્રાસ આપીને બધા જ ફોર્મ પરત ખેંચાવી લઈને લોકશાહીની હત્યા કરી છે. મતદાતાને ચૂંટણી સમયે મત આપવાનો એક પવિત્ર અધિકાર છે. સુરતમાં બનેલ ઘટનાથી લોકોના મત આપવાના અધિકાર ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા તરાપ મારવામાં આવી છે અને લોકશાહીના ઈતિહાસમાં આ ઘટના કલંકિત રીતે કાળા અક્ષરમાં લખાશે.  18 વર્ષની ઉંમરનો થયેલ યુવા મતદાર પ્રથમ વખત લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં મતદાન કરવા થનગની રહ્યો હતો તેને પણ હતાશા પ્રાપ્ત થઈ છે. આ પ્રકારની પરિસ્થિતિ એ અત્યંત શરમજનક ઘટના છે. આપ સામે પણ સુરતના લોકો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને સોશિયલ મીડિયાથી લઈને તમામ સ્થળોએ તમારી સામે ભયંકર રોષ લોકો ઠાલવી રહ્યા છે.આથી, આપને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો શિસ્ત સમિતિએ નિર્ણય લીધેલો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com