અડાલજ કોબા રોડ પર રીક્ષાની લોરીનો ભાગ અલગ પડી જતાં બે પિતરાઈ ભાઈઓ માંથી એકનું ઘટનાં સ્થળે જ મોત

Spread the love

ગાંધીનગરના અડાલજ કોબા રોડ ઉપર આઈસર ટ્રકની પાછળથી ટક્કર વાગતા લોડીંગ રિક્ષાની લોરીના ભાગ અલગ પડી ગયો હતો. જેનાં કારણે રીક્ષાની લોરીમાં સવાર બે પિતરાઈ ભાઈઓને ગંભીર ઈજાઓ થઈ હતી. જે પૈકી એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદના ગોમતીપુર નાગપુર વોરાની ચાલીમાં રહેતો હાજીમિયા વલયુદ્દીન શેખ (સિપાઈ) લોડિંગ ટેમ્પો રિક્ષા ફેરવી ગુજરાન ચલાવે છે. ગત તા. 24 મી એપ્રિલની સાંજે ઓઇલ પાર્સલની ડીલીવરી ઓઢવ સોનીની ચાલીથી અડાલજનો ફેરો હોવાથી હાજીમિયા તેના ભત્રીજા મોહમ્મદ ફેઝલ નિયાઝ અહેમદ શેખને લઈને નિકળ્યો હતો. એ વખતે તેના બે ભાણિયા મોહમ્મદ બીલાલ કુતુબુદીન જૂનેદ શેખ અને સમ્સ આલમ નિસાર અહેમદ કરીમજીએ સાથે જીદ પકડી હતી.

આથી હાજીમીયા બન્ને ભાણિયાઓને લોડીંગ રિક્ષામાં બેસાડી અડાલજ આવવા નિકળ્યો હતો અને રાત્રે આઠ વાગે અડાલજ ડિલિવરી કરી પરત ઘરે જવા અડાલજ કોબા વાળા રોડથી પસાર થઈ રહ્યા હતા. એ વખતે ભત્રીજો મોહમ્મદ હાજીમીયાની બાજુમાં તેમજ બંને ભાણિયા લોડીંગ રીક્ષાના પાછળની લોરીમાં બેઠા હતા. ત્યારે કોબા રોડ ઉપર ડીપીએસ સ્કૂલથી થોડા આગળ જતા નવો રોડ બની રહ્યો હોવાથી ડાઈવર્ઝન હતું.

આ દરમિયાન કોબા સર્કલ તરફથી આવતી આઈસર ગાડીના ચાલકે અંબાપુર ગામની સીમમાં આઇસર ગાડીના પૂરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી હંકારી લોડીંગ રીક્ષાની પાછળની લોરીના ભાગે ટક્કર મારી હતી. જેનાં કારણે લોરીનો ભાગ આગળના ઘોડાના ભાગથી છૂટો પડી જતાં બન્ને ભાણિયાઓને શરીરના ભાગોએ ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં મોહમ્મદ શેખનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

આ અકસ્માત સર્જી આઈસરનો ચાલક ત્યાંથી નાસી ગયો હતો અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત ભાણિયાને ચાંદખેડાની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com