દરેક ઘર- રસોડા સુધી પંહોચનારી બહેનો વધુમાં વધુ મતદાન કરાવી અમદાવાદ પૂર્વમાં એચ એસ પટેલને ૭ લાખથી પણ વધુ લીડથી વિજયી બનાવશે તેવો સંકલ્પ લેવડાવતા ડો.દિપીકાબેન સરડવા
અમદાવાદ
મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો દિપીકાબેન સરડવાએ “ભારત કી નારી બરાબર કી આધિકારીના” નારા સાથે સૌને સંબોધન કરતા જણાવ્યું કે એક એક મત દેશને સુરક્ષિત કરનારો છે, ગરીબ કલ્યાણનો છે, નારી શક્તિને સમોવડી બનાવવાનો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરીએ, નવનિર્માણ અને મહિલા ઉત્થાનની એ સંભાવનાઓને પરિપૂર્ણ કરવા મતદાન કરીએ. ૧૧ કરોડ ઇજ્જત ઘર બનાવ્યાં અને લાલકિલ્લા પરથી જાહેરાત કરી, ધુમાડો મુક્ત રસોડું બનાવ્યું, ટ્રિપલ તલાકથી મુસ્લિમ સમાજની મહિલાઓને માન- સન્માન અને અધિકારો આપવાનું કામ કર્યું છે, દિકરીના જન્મથી લઈને ભવિષ્યમાં કદાચ ગંગા સ્વરૂપા થાય ત્યાં સુધીની ચિંતા ભાજપે કરી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત બેટી બચાઓ અભિયાનના કારણે આજે ૧૦૦૦ પુરુષના સામે ૧૦૨૦ મહિલાઓ થવા પામી છે.
મહિલાઓ માટેની વિવિધ યોજનાઓની માહિતી આપી વધુમાં વધુ લાભ લેવા અને લાભાર્થીઓને લાભ અપાવવા અપીલ કરી હતી. દરેક ઘર- રસોડા સુધી પંહોચનારી બહેનો વધુમાં વધુ મતદાન કરાવી અમદાવાદ પૂર્વમાં એચ એસ પટેલને ૭ લાખથી પણ વધુ લીડથી વિજયી બનાવશે તેવો સંકલ્પ લેવડાવ્યો હતો.
અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર એચ એસ પટેલે સંમેલનમાં સંબોધન કરતા જણાવ્યું કે આજે આટલી મોટી સંખ્યામાં બેહનો ભાઈને આશીર્વાદ આપવા આવ્યા છે અને ઉપસ્થિત બહેનોના મતદાનના દિવસે પણ ખૂબ મોટા પ્રમાણમાં આશીર્વાદ મળશે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં અપ્રતીમ આવકાર મળી રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ નારિશક્તિ ઓળખીને નારીશક્તિ વંદના બિલ રજૂ કરીને દેશની સંસદ અને વિધાનસભામાં ૩૩ ટકા અનામત કરીને નારીશક્તિને સશકત કરવાની પહેલ કરી છે. નારી શક્તિ સન્માન, ઉજ્જવલા, સખી મંડળ, ઇજ્જત ઘર આપીને નારી તું નારાયણીનું સન્માન કર્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શાસન કાળમાં થયેલ વિકાસના કામોની અને સિદ્ધિઓની વાત મૂકીને વધુમાં વધુ મતદાન કરવા અને કરાવવા અપીલ કરી હતી. ૨૫ કરોડ નાગરિકોને ગરીબી રેખાથી ઉપર લાવ્યા છે. ૪૦૦ પારમાંઆપણે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થાય એ જોવાનું છે. નારીશક્તિની ૫૦ ટકા તાકાત પૂરેપૂરી તાકાત સાથે ભાજપ તરફી મતદાન કરે તેવું આયોજન કરીયે તેમ જણાવ્યું હતું. મહાનગરના અધ્યક્ષ અમિતભાઈ પી શાહે પ્રસંગોચિત ઉદબોધન કરી વધુમાં વધુ મતદાન કરવા અને કરાવવા અપીલ કરી હતી. મહાનગરના મહિલા મોરચાના અધ્યક્ષ ડો પ્રો સ્મિતાબેન જોશીએ ઉપસ્થિત સૌ નારીશક્તિને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે મહાનગરમાં રાત્રે ૨.૦૦ વાગ્યે પણ મારી બહેન એકલી સુરક્ષિત કોઈ પણ કામ માટે નીકળી શકે છે. શ્રી સ્મિતાબેને સૌને સવારે ૧૦.૩૦ કલાક પેહલા મતદાન કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે સંબોધતા મહાનગરના મેયર પ્રતિભાબેન જૈને પ્રસંગોચિત સંબોધન કર્યું હતું. ઉપસ્થિત નારીશક્તિને ભવ્ય આયોજન બદલ લાખ લાખ અભિનંદન આપ્યા. ગુજરાતમાં સ્થપાયેલી શાંતિ- સલામતી સમગ્ર દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સ્થપાઈ રહી છે. અમદાવાદમાં વિકાસના અનેકાનેક કામો થયા છે, રિવરફ્રન્ટ, કાંકરિયા લેકફ્રન્ટ વગેરે સ્થળોએ મહાનગરની સુરત અને શીરત બદલી નાંખી છે.આ કાર્યક્રમમાં મહાનગરના મેયર શ્રી પ્રતિભા બેન જૈન, ધારાસભ્યશ્રી કંચનબેન, લોકસભા પ્રભારીશ્રી નૈલેશભાઈ શાહ, સંયોજકશ્રી બાબુભાઈ ઝડફિયા, મહાનગર મહિલા મોરચાના પ્રભારી અને ઉપાધ્યક્ષશ્રી રાજુભાઈ પટેલ માસ્તર, મહાનગરના મહામંત્રીશ્રી પરેશભાઈ લાખાણી, પૂર્વ ધારાસભ્યશ્રી ડો વલ્લભ ભાઈ કાકડિયા ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરના મંત્રીશ્રી ડો. ચંદાબેન પટેલ, મહિલા મોરચાના મહાનગરના મહામંત્રીશ્રી શીતલબેન પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.