ગૃહવિભાગ-પોલીસ તંત્ર  લોકસભાની ચૂંટણીમાં અનેક જગ્યાએ ગેરબંધારણીય – ગેરકાનૂની રીતે કામ કરી રહી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશી

Spread the love

સરેઆમ હત્યા, લૂંટ, ખંડણી, વ્યાજ ખોરોના ત્રાસના લીધે પરિવારોની સામૂહિક આત્મહત્યા, મહિલાઓ પર વધતા જતા અત્યાચાર, દુષ્કર્મની ઘટનાઓ, આર્થિક ગુન્હાખોરી આસમાને, ડ્રગ્સનો અબજો રૂપિયાના રેકેટ, દારુની રેલમછેલ, નકલી અને છેતરપીંડી કરનારાઓની બોલબાલા સહિતના ગંભિર ગુન્હાઓ રોકવામાં નાકામ અને ભ્રષ્ટાચારના અવ્વલ નંબરે ગૃહવિભાગ-પોલીસ તંત્ર

અમદાવાદ

સરેઆમ હત્યા, લૂંટ, ખંડણી, વ્યાજ ખોરોના ત્રાસના લીધે પરિવારોની સામૂહિક આત્મહત્યા, મહિલાઓ પર વધતા જતા અત્યાચાર, દુષ્કર્મની ઘટનાઓ, આર્થિક ગુન્હાખોરી આસમાને, ડ્રગ્સનો અબજો રૂપિયાના રેકેટ, દારુની રેલમછેલ, નકલી અને છેતરપીંડી કરનારાઓની બોલબાલા સહિતના ગંભિર ગુન્હાઓ રોકવામાં નાકામ અને ભ્રષ્ટાચારના અવ્વલ નંબરે ગૃહવિભાગ-પોલીસ તંત્ર ભાજપાના શાસકોને વ્હાલા થવા – સારા પોસ્ટીંગ મેળવવા લોકસભાની ચૂંટણીમાં અનેક જગ્યાએ ગેરબંધારણીય – ગેરકાનૂની રીતે કામ કરી રહી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, આસમાને મોંઘવારી, બેરોજગારી સહિતની વ્યાપક સમસ્યાથી પરેશાન દેશની જનતા અને ગુજરાતની જનતાના મિજાજનો પરચો ભાજપાના લોકસભાના ઉમેદવારોને ઠેરઠેર મળી રહ્યો છે ત્યારે, ડઘાયેલી, અકળાયેલી તથા ભાજપા પોલીસ તંત્રનો બેફામ ઉપયોગ કરીને જનતાને દંડ-દંડાના જોરે ડરાવવા-ધમકાવવાની અનેક ફરિયાદો મળી રહી છે. સુરતની લોકસભામાં અપક્ષ ઉમેદવારોની ઉમેદવારી જે રીતે પરત ખેંચાવવામાં પોલીસની વિશેષ સક્રિયતા સમગ્ર સુરત અને ગુજરાતના માધ્યમોએ ખુલ્લા પાડ્યા છે. ખાસ કરીને બસપાના ઉમેદવાર માટે પોલીસની ભાગદોડ અને વડોદરા સુધી જે રીતે પોલીસ તંત્રના દરોડા-સર્ચ અને એને બસપાના ઉમેદવારને ફોર્મ પરત ખેંચાવવા, દરિયાકાંઠાના વિસ્તારના રહેણાંક વિસ્તાર પોલીસ તંત્ર જે રીતે મતદારો પર વિશેષ પ્રભાવ ઉભો કરીને મતદાનથી અટકાવવાના પ્રયાસો કરી રહી છે. આવી પ્રવૃત્તી રોકવાની જવાબદારી ચૂંટણીતંત્રની બનતી નથી ? સુરત સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગુન્હાખોરીમાં અવલ્લ નંબરનું શહેર બની ગયું છે. એક પોલીસ સ્ટેશન થી બીજા પોલીસ સ્ટેશન વચ્ચે ગુન્હેગારોને પકડવામાં નિષ્ક્રિયતા દાખવાનું પોલીસતંત્ર સુરતના અપક્ષ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવા માટે દાખવેલી સક્રિયતા શું દર્શાવે છે ?અમદાવાદમાં પોલીસ કમિશ્નર પ્રથમ વખત વિશેષ જાહેરનામું બહાર પાડીને 144ની કલમ, કાળા વાવટા દેખાડનાર સામે પગલા, આવા ગેરબંધારણીય, જાહેર નામાથી પ્રજાના રોષને ખાળવા માટે ભાજપાના હથકંડા ખુલ્લા પડી ગયા છે. બનાસકાંઠા, જુનાગઢના પોલીસ તંત્ર – પ્રશાસન જે રીતની કામગીરી કરી રહ્યાં છે તે સામે ચૂંટણીપંચમાં પણ કોંગ્રેસ પક્ષે લેખીત રજુઆત કરી છે તેમ છતાં રોક લાગી નથી તે દુર્ભાગ્યપૂર્ણ છે.કચ્છ-ભુજના પોલીસ અધિકારી દ્વારા ક્ષત્રિય અસ્મિતા ધર્મરથમાં કોણ કોણ મદદ કરી રહ્યા છે તેની વિગતો એકત્ર કરવા માટે પરિપત્ર કરનાર પોલીસતંત્ર ગુન્હેગારો પર રોક લગાવવા માટે ક્યારે સક્રિયતા દાખવશે ? નાગરિકોને પોતાના અધિકારો માટે રજુઆત કરવાના બંધારણીય હક્ક પર ભાજપાના ઈશારે પોલીસ તંત્ર કેમ તરાપ મારી રહ્યું છે ?

ભાજપાના કેન્દ્રમાં 10 વર્ષના શાસનમાં જનતા સાથે મોટા પાયે વિશ્વાસઘાત અને અન્યાય થયો છે. અચ્છેદિન, બહુત હુઈ મહંગાઈ કી માર, દર વર્ષે બે કરોડ રોજગારી, ખેડૂતોની બમણી આવકના વચન વાયદા આજે જુમલા સાબિત થયા છે જીડીપી ઉંચે લઈ જવાના વચન આપનાર મોદી સરકારે ગેસ, ડીઝલ, પેટ્રોલના ભાવ વધારીને દેશની જનતાના ખીસ્સામાંથી 30 લાખ કરોડ રૂપિયાની લૂંટ ચલાવી છે. ત્યારે મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે ભારે આક્રોશનો પરચો બતાવી રહેલ જનતાના રોષથી બચવા ભાજપાના ઈશારે અમુક પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ વિશેષ સક્રિયતા દાખવી રહી છે. ભાજપાને ચૂંટણીમાં મદદ મળે તે માટે પોલીસ તંત્ર જે રીતની સક્રિયતા દાખવી રહી છે તે માટે ચૂંટણીપંચ બંધારણીય ફરજ નિભાવે અને ડર અને ભય વિના પારદર્શક ચૂંટણી વ્યવસ્થા ગોઠવે જેથી દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com