ગુજરાત ATS દ્વારા નારોલ પાસેથી હથિયારો સાથે ઝડપાયેલા મધ્યપ્રદેશના જાબુંઆના શિવમ ડામોર અને અન્ય આરોપીઓની પુછપરછમાં શિવમ ડામોરે સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાય નું મોટું નેટવર્ક બનાવ્યું હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા એક વર્ષમાં તેણે 100થી વધુ હથિયાર સપ્લાય કર્યા હતા. આ ઉપરાંત, તેની પાસેથી હથિયાર ખરીદી કરનાર લોકોની યાદી પણ મળી છે.
જે તપાસમાં આગામી સમયમાં વધુ મુદ્દામાલ જપ્ત કરવાની સાથે અન્ય લોકોની ધરપકડ થવાની શક્યતા સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ATSના સૂત્રોના જણાવ્યા અનુસાર શિવમ ડામોરે છેલ્લા એક વર્ષમાં હથિયાર વેચાણ નું નેટવર્ક સેટ કર્યું હતું. પોલીસે તેની પૂછપરછ માં ચાર લોકોની ધરપકડ કરી છે. ત્યારે રાજકોટ, સુ.નગરના ચોટીલા અને મુળી માં રહેતા શખ્શોએ શિવમ પાસેથી 50થી વધુ હથિયારની ખરીદી કરી હતી. જે સ્થાનિક લોકોને વેચાણ કર્યા હતા. પોલીસે તેમની પાસેથી હથિયારોની ખરીદી કરનારાઓની માહિતી એકત્ર કરી છે.
જેના આધારે અલગ અલગ ટીમ બનાવી વધુ હથિયાર રિકવર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. શિવમ પાસેથી સાત લોકોની વિગતો મળી આવી છે. તે એક હથિયાર 20થી 25 હજારમાં વેચતો હતો. તેમજ તેની પાસેથી ખરીદી કરનારા લોકો તે હથિયાર બજારમાં 50થી 70 હજારમાં વેચતા હતા. ATSની અન્ય એક ટીમ જાંબુઆ જઈને આ મામલે તપાસ કરશે. આ બાબતમાં હજી મોટા ખુલાસા થઈ શકે છે.