રાજ્યમાં પ્રથમ બે તબક્કામાં મતદાન યોજાઇ ચૂક્યુ છે. દેશમાં લોકસભાની ચૂંટણીને લઇને માહોલ જામ્યો છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ બધાની વચ્ચે મોટુ સ્ટેટમેન્ટ આપ્યુ છે. અમિત શાહે દેશમાં થઇ રહેલા ઓછા મતદાનને લઇને વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન પર નિશાન તાક્યુ છે. અમિત શાહે તાજેતરમાં જ એક જનસભાને સંબોધતા કહ્યું કે, ઓછા મતદાનથી કોંગ્રેસના સૂપડા સાફ થઇ રહ્યાં છે.
દેશમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. કેન્દ્રીય નેતાઓ હવે ગુજરાતમાં આવ્યા છે. આગામી 7મી મેએ ગુજરાતમાં એક જ તબક્કામાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાવવાનું છે. ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આપ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પુરજોશમાં પ્રચારમાં ઉતર્યા છે. ગઇકાલે અમિત શાહે એક જનસભાને સંબોધતા કોંગ્રેસ અને રાહુલ ગાંધીની ટીમ પર આકરા પ્રહારો કર્યા હતા. દેશમાં હાલમાં જ બે તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. આ બે તબક્કામાં થયેલા ઓછા મતદાન પર હવે અમિત શાહનું આંકલન સામે આવ્યું છે. અમિત શાહે જનસભામાં કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધનને આ ઓછા મતદાનથી મોટુ નુકસાન વેઠવું પડશે. બે તબક્કાના મતદાનમાં રાહુલ ગાંધીના સુપડા સાફ થઇ રહ્યાં છે. એક તરફી મતદાનથી પ્રથમ બે તબક્કામાં મતદાન ઘટ્યુ છે. ખાસ વાત છે કે, પ્રથમ તબક્કામાં સરેરાશ 64 ટકા જેટલુ મતદાન થયુ હતુ. જોકે, બીજા તબક્કામાં પણ આંકડો સરેરાશ 61 ટકા મતદાન પર પહોંચ્યો હતો.