હાલ ગુજરાતમાં લોકસભા ચુંટણીની તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને દેશના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવવાના છે તે પહેલા પોરબંદર નજીક ભારતીય જળ સીમામાંથી 14 પાકિસ્તાની નાગરિકોને તેમના કબજામાં 90 કિલોગ્રામ વિદેશી ડ્રગ્સ સાથે પકડ્યા હતા. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાની નાગરિકો અને ડ્રગ્સ સાથે પકડાયેલી બોટને આજે (રવિવારે) સાંજે ગુજરાતના દરિયાકાંઠે લાવવામાં આવશે.રાજસ્થાન બાદ હવે સૌરાષ્ટ્રમાં કેફી દ્રવ્યોનો જથ્થો ઝડપાતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.સુરક્ષા એજન્સીને કેટલાક દિવસો આ અંગે ઇનપુટ મળી રહ્યા હતા જેના આધારે NCB અને ATSએ આ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં મોટી સફળતા મળી છે.
ગુજરાતના દરિયાકાંઠાથી ફરી એકવાર ડ્ર્ગ્સ પકડાયાના સમાચાર સામે આવ્યા છે. પોરબંદર દરિયાની નજીક ગુજરાત એટીએસ એને એનસીબીના સંયુક્ત ઓપરેશન હાથ ધરી 90 કિલો ડ્ર્ગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. જે અંગે પોલીસ હાલ કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ડ્રગ્સના જથ્થા સાથે 14 જેટલા પાકિસ્તાનીઓ પણ ઝડપાયા હોવાનું સુત્રોમાંથી વિગતો પ્રાપ્ત થઇ રહી છે. વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી છે. નશીલા પદાર્થ સાથે ઝડપાયેલા પાકિસ્તાનીઓને પોરબંદર લાવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.
ઓપરેશનને પ્રભાવિત કરવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો અને વિમાન સમવર્તી મિશન પર તૈનાત કરવામાં આવ્યા હતા. ICG જહાજ રાજરતન, જેમાં NCB અને ATS અધિકારીઓ હતા, તેણે શંકાસ્પદ બોટની સકારાત્મક ઓળખ કરી હતી. ડ્રગથી ભરેલી બોટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી કોઈપણ પ્રકારની છટકબારીયુક્ત દાવપેચ તેને ઝડપી અને મજબૂત ICG જહાજ રાજરતનથી બચાવી શકી નથી. જહાજની નિષ્ણાત ટીમે શંકાસ્પદ બોટ પર સવારી કરી અને સંપૂર્ણ તપાસ કર્યા પછી, મોટી માત્રામાં માદક દ્રવ્યોની હાજરીની પુષ્ટિ કરી.
જણાવી દઈએ કે થોડા સમય અગાઉ જ પોરબંદર દરિયાકાંઠેથી 480 કરોડનું ડ્રગ્સ સાથે 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ફરીએક વાર ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાતા મામલો ગંભીર બન્યો છે. ગુજરાત એટીએસ આ અંગે તપાસ કરી રહી છે.