અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારે કૂદીને સામૂહિક
આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થાનિક લોકો અને
ફાયર બ્રિગેડ દ્વારા તમામ લોકોને સહી સલામત બહાર કાઢી
લેવામાં આવ્યા હતા. આ ચારેય લોકો નદીમાં કુદયા એટલે
આસપાસ લોકો પણ તેમને બચાવવા માટે ત્યાં પહોંચી
ગયા હતા. આ સમયે ત્યાં હાજર કિન્નરો પોતાની માનવતા
બતાવીને પોતે પહેરેલી સાડી નદીમાં નાખીને પરિવારને
બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પાલડી પોલીસ
સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પણ નદીમાં કૂદયા હતા અને
નાના બાળક સહિત ચાર લોકોને બચાવી લીધા હતા.
અમદાવાદના ચંદ્રનગર વોક વે પરથી આજે સાંજના ચાર લોકો નદીમાં કૂદયા હોવાની વિગતો સામે આવી હતી. જેમાં પારિવારિક ઝઘડામાં પત્ની પોતાના છ વર્ષના બાળક, તેની માતા અને ભાઈ સાથે રિવરફ્રન્ટ વોક-વે પર પહોંચી હતી. આ ચારેય લોકો નદીમાં કુદયા એટલે આસપાસ લોકો પણ તેમને બચાવવા માટે ત્યાં પહોંચી ગયા હતા. આ સમયે ત્યાં હાજર કિન્નરોએ પોતાની માનવતા બતાવીને પોતે પહેરેલી સાડી નદીમાં નાખીને પરિવારને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પણ નદીમાં કૂદયા હતા અને નાના બાળક સહિત ચાર લોકોને બચાવી લીધા હતા.
અમદાવાદમાં ભૂદરપુરા વિસ્તારમાં રહેતા 50 વર્ષના ચંપાબેન તેમની દીકરી રીનાબેન અને તેમનું 6 વર્ષનું બાળક અને ચંપાબેનનો દીકરો ચંદ્રનગર રિવરફ્રન્ટના વોક-વે પરથી નદીમાં કૂદયા હતા. આ સમયે ત્યાં બીજા લોકો પણ હાજર હતા અને જેવા આ પરિવાર નદીમાં કૂદયો એટલે આસપાસના લોકો તમને બચાવવા માટે બૂમો પાડવા લાગ્યા હતા. તે સમયે તાત્કાલિક ત્યાં નજીકમાં ઉભેલા કેટલા કિન્નરોએ પોતાની સાડી નદીમાં નાખીને આ પરિવારને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને બીજા અન્ય લોકો પણ નદીમાં કૂદતા ચારેયને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક તપાસ કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે.
પારિવારિક ઝઘડામાં પત્ની પોતાના છ વર્ષના બાળક, તેની માતા અને ભાઈ સાથે રિવરફ્રન્ટ વોક-વે પર પહોંચી હતી. આ ચારેય લોકો નદીમાં કુદયા એટલે આસપાસ લોકો પણ તેમને બચાવવા માટે ત્યાં પહોંચી ગયા હતા. આ સમયે ત્યાં હાજર કિન્નરો પોતાની માનવતા બતાવીને પોતે પહેરેલી સાડી નદીમાં નાખીને પરિવારને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પાલડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પણ
નદીમાં કૂદયા હતા અને નાના બાળક સહિત ચાર લોકોને બચાવી લીધા હતા. આ સમગ્ર મામલે હાલ ચારેયને સલામત રીતે બહાર કાઢીને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે. પ્રાથમિક તબક્કે પારિવારિક ઝઘડાના કારણે આ ચારેય આત્મહત્યા કરવા માટે આ પગલું ભર્યું હતું હાલ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ ચારેય લોકોની પૂછપરછ કરી રહ્યા છે.
આ બનાવની જાણ થતાં સિનિયર અધિકારીઓ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને હાલ તેમની પૂછપરછ કરી રહ્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ પરિવારમાં રીનાબેનનો પતિ સાથે તેના ઘણા સમયથી અણ બનાવતા હતા. તે ઘણી વખત ઘર જમાઈ તરીકે પણ રહેવા આવતો હતો અને પછી જતો રહેતો હતો. અગાઉ પરિવારે એના પતિ સામે 498 સંદર્ભે કાર્યવાહી કરી હતી. ત્યારબાદ સતત ત્રાસના કારણે આ પરિવાર નદીમાં કૂદયો હોય તેવું પોલીસને જાણવા મળી રહ્યું છે. હાલ પ્રાથમિક તબક્કે કોઈપણ સુસાઇડ નોટ પોલીસને મળી આવી નથી.
ચંદ્રનગર તરફ વોક-વે પરથી સાડા નવ વાગ્યા આસપાસનો બનાવ છે. જેમાં બે મહિલાઓ, એક પુરુષ અને એક સાતથી આઠ વર્ષના બાળક એમ કુલ ચાર લોકોએ નદીમાં પડતું મૂક્યું હતું. વોક વે ઉપર લોકો હાજર હતા, જેથી તાત્કાલિક ધોરણે તેઓએ બચાવી લીધા હતા. જ્યારે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા રિવરફ્રન્ટની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી.