અમદાવાદમાં ITC નર્મદા હોટેલ ખાતે જય શાહ અને અજીત અગરકરની હાજરીમાં ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત

Spread the love

 

 

ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ના સિલેક્શન પહેલા અમદાવાદની ITC નર્મદા હોટલમાં પ્રવેશ કરતા જય શાહ

શુભમન ગીલ,રિંકુ સિંહ, આવેશખાન અને કે.અહેમદ રિઝર્વ ખેલાડી : કે.એલ. રાહુલ, ઇશાંત કિશન અને શ્રેયસ ઐયરને સ્થાન નહિ,IPLમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે પરંતુ ટીમમાં સામેલ : 1 જૂનથી T20 વર્લ્ડ કપની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા કરશે.

અમદાવાદ

આ વર્ષે 1 જૂનથી T20 વર્લ્ડ કપની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા કરશે.BCCI સેક્રેટરી અને સિલેક્શન કમિટીના કન્વીનર જય શાહ અને ચીફ સિલેક્ટર અજીત અગરકર અમદાવાદની ITC નર્મદા હોટેલ પહોંચ્યા હતા અને તેમની અધ્યક્ષતામાં આજે ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે.આ ટીમમાં ઘણા એવા ખેલાડીઓનો સમાવેશ કરાયો છે જે આઈપીએલમાં ધમાલ મચાવી રહ્યા છે.રોહિત શર્માની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવાયો છે. ભારતીય ટીમમાં બે વિકેટકીપર બેટ્સમેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ઇશાંત કિસન અને કે એલ રાહુલ નો વિકેટકીપર તરીકે સમાવેશ કરવામાં આવ્યો નથી.આ સિવાય ઇશાંત કિશન અને શ્રેયસ ઐયર ખેલાડીઓને બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ બહાર રાખવામાં આવ્યા છે.યશસ્વી જયસ્વાલને રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા ટીમમાં રખાયો છે.શુભમન ગીલ,રિંકુ સિંહ, આવેશખાન અને કે.અહેમદ રિઝર્વ ખેલાડી તરીકે રખાયા છે અને કે.એલ. રાહુલ, ઇશાંત કિશન અને શ્રેયસ ઐયરને સ્થાન મળ્યું નથી.યશસ્વી જયસ્વાલને રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા ટીમમાં રખાયો છે. ટીમમાં ચહલ અને શિવમ દુબેને સામેલ કરાયા છે. સંદીપ શર્માએ આઈપીએલમાં સારી બોલિંગ કરી છે પરંતુ તેનું નામ ટ્રાવેલ રિઝર્વમાં પણ નથી.IPLમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે પરંતુ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે જાડેજાનું નામ પણ ટીમમાં છે.

ચહલ-કુલદીપની જોડી સામેલ

આ વખતે T20 વર્લ્ડ કપમાં યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની સ્પિન જોડી જોવા મળશે. ચહલ લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર હતો અને તેને બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ બહાર રાખવામાં આવ્યો હતો. પરંતુ IPL 2024માં ચહલનું પ્રદર્શન અત્યાર સુધી ઘણું શાનદાર રહ્યું છે, અત્યાર સુધી ચહલે 9 મેચમાં 13 વિકેટ લીધી છે. હવે ફરી એકવાર ચહલ ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળશે.

આ ખેલાડીઓ બેટિંગમાં

વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની બેટિંગમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય સંજુ સેમસન અને ઋષભ પંતને 2 વિકેટકીપર તરીકે તક આપવામાં આવી છે.

ભારતને વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પહોંચાડવામાં વિરાટ કોહલીની મોટી ભૂમિકા હતી.રોહિત શર્માએ કહ્યું છે કે તે ચોક્કસપણે વિરાટને ટીમમાં ઈચ્છે છે. કોઈ પણ કિમત્તે વિરાટ કોહલી તો જોઈએ જ.ક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર રોહિત શર્મા વિરાટ કોહલીને ટીમમાં રાખવા માંગે છે. કારણ કે તેનો સ્વભાવ અદ્ભુત રહ્યો છે. વિરાટ IPLમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે. પોઈન્ટ ટેબલમાં તેની ટીમનું સ્થાન શું છે તે અલગ બાબત છે.જો કે વિરાટ કોહલીને ટીમમાં સ્થાન મળ્યું છે.

T20 વર્લ્ડ કપ :  ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

ટ્રાવેલ રિઝર્વ ખેલાડી : શુભમન ગિલ, રિંકુ સિંઘ, ખલીલ અહેમદ, અવેશ ખાન

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં નવમી જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપની મેચ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com