ગુજરાત ન્યાયની લડાઈમાં હંમેશા આગળ રહ્યું. ગુજરાતને અહંકાર તોડતા આવડે છે
ભાજપ માટે પરસોત્તમ રૂપાલા એક સમાજથી મોટા થઈ ગયા છે’હવે ચુંટણી જીતવી મુશ્કેલ છે. જનતાની અંદર ખુબ આક્રોશ છે ભાજપ લોકોમાં ડર પેદા કરી રહી છે : પવન ખેરા
અમદાવાદ
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા કોંગ્રેસના મીડિયા અને પબ્લિસીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેરાએ જણાવ્યું હતું કે ગુજરાત ન્યાયની લડાઈમાં હંમેશા આગળ રહ્યું. ગુજરાતને અહંકાર તોડતા આવડે છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ભારત યાત્રાની પ્રેરણા ગુજરાતથી લીધી. યુવાનો, ખેડૂત, મહિલાઓ, આદિવાસી સમાજને સમજવાએ નેતાનો ગુણ હોય છે. લોકો સાથે સંવાદ બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા ન્યાયપત્ર બહાર પાડવામાં આવ્યું. ૧૦ વર્ષ સત્તાનો રિપોર્ટ કાર્ડ આપવાની જગ્યાએ વિવાદ કરી રહ્યા છે. ભાજપે કામ નથી કર્યું, રિપોર્ટ કાર્ડના નામે કશું જ નથી ‘ભાજપ માટે શ્રી પરસોત્તમ રૂપાલા એક સમાજથી મોટા થઈ ગયા છે’. સાહેબને ખબર પડી છે કે હવે ચુંટણી જીતવી મુશ્કેલ છે. જનતાની અંદર ખુબ આક્રોશ છે ભાજપ લોકોમાં ડર પેદા કરી રહી છે. દેશમાં દર એક કલાકમાં ૨ યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. એક દિવસમાં ૩૦ ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે. દર એક કલાકમાં ૪ મહિલાઓ સાથે બળાત્કાર થાય છે. મહિલા સન્માન અને મહિલા સશક્તિકરણની વાતો કરતી ભાજપના સાથી પક્ષના નેતાઓ પર ગંભીર આરોપો લાગી રહ્યા છે. ડિસેમ્બર ૨૦૨૩માં ભાજપના નેતાઓએ શ્રી અમિત શાહને પત્ર લખીને પાર્ટી સાથે ગઠબંધન ન કરવા કહ્યું હતું તેમ છતાં મોદીજી-અમિત શાહ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું અને દુષ્કર્મના આરોપી માટે પ્રચાર પણ કર્યો. શું મોદીજીને હજારો મહિલાઓ પર દુષ્કર્મની જાણકારી હતી? જો હા તો ખબર હોવા છતાં કેમ એક મંચ પર બેઠા? અને જો ખબર ન હતી તો આટલું વિશ્વનું સૌથી મોટું દુષ્કર્મ રેકેટ કેવી રીતે થઇ ગયું?આજે આખા દેશમાં કોંગ્રેસના ન્યાય પત્રની વાત કરવામાં આવે છે. આદરણીય કોંગ્રેસ અધ્યક્ષશ્રી મલ્લિકાર્જુન ખડગેજી અને રાષ્ટ્રીય નેતા આદરણીય રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષ દ્વારા જનતાને ‘પાંચ ન્યાય’ની સાથે ૨૫ ગેરંટી આપવામાં આવી છે. યુવા ન્યાય, મહિલા ન્યાય, ખેડૂત ન્યાય, શ્રમિક ન્યાય અને હિસ્સેદારી ન્યાય થકી સામાજિક, આર્થિક, રાજકીય અસમાનતા દૂર કરવા અને લોકોને ન્યાય આપવામાં આવશે. કોંગ્રેસ પક્ષ કેન્દ્ર સરકારના વિભિન્ન વિભાગોમાં મંજુર થયેલી લગભગ ૩૦ લાખ ખાલી જગ્યાઓ ભરાશે. દેશના ૪૦ વર્ષથી ઓછી ઉંમરના યુવાનો પોતાનો વ્યવસાય શરૂ કરવા ૫૦૦૦ કરોડનું સ્ટાર્ટઅપ ફંડ રાખવામાં આવશે.વર્ષ ૨૦૧૪માં ૨૭૨ સીટો આવી તો પેટ્રોલના ભાવ વધ્યા, હવે ૪૦૦ પારની વાત કરે છે તો ભાવ ક્યાં જઈને પહોંચશે. હવે ૪૦૦ બેઠક આપો તો બંધારણ બદલવાની વાત કરે છે. બંધારણ પર સંકટ આવ્યું તો બધા જેલમાં હશે. ડીપ-ફેક વિડીયો અંગે શ્રી અમિત શાહજી નિવેદન આપે છે પરતું કાનૂની કાર્યવાહી કરો, એનાથી કોણ રોકી રહ્યું છે? શ્રી રાહુલ ગાંધીના ખોટા વીડિયો સોશિયલ મિડિયા પર મુકનાર કેબિનેટ મંત્રીઓ સામે પણ કાર્યવાહી ક્યારે થશે? શ્રી રાહુલ ગાંધીના વીડિયોને વારંવાર તોડી મરોડી રજૂ કરવામાં આવે છે એનું શું કરશો? ન્યાયની બંને આંખો ખુલ્લી અથવા તો બંધ હોય, આપણે અંધકાનૂન સાંભળ્યું છે, અત્યારે કાણા કાનૂન જેવી સ્થિતિ છે કાયદો ભાજપ અને કોંગ્રેસ માટે અલગ અલગ કેમ કામ કરે છે? રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં રાજ્યસભાના પૂર્વ સાંસદશ્રી અમીબેન યાજ્ઞિક, મીડિયા ડીપાર્ટમેન્ટના કન્વીનરશ્રી ડૉ.મનીષ દોશી, એ.આઈ.સી.સીના મીડિયા કો-ઓર્ડીનેટરશ્રી સારિકાસિંઘજી, પ્રદેશ મીડીયા કો-કન્વીનર અને પ્રવકતાશ્રી હેમાંગ રાવલ, પ્રદેશ પ્રવક્તાશ્રી હિરેન બેન્કર, શ્રી રત્નાબેન વોરા,વોરરૂમ ચેરમેનશ્રી ભીખુભાઈ દવે, શ્રી નેહલ દવે, કોંગ્રેસ આગેવાનશ્રી એસ.એ.કાદરી, ઝોનલ પ્રવક્તાશ્રી સંજય બ્રહ્મભટ, શ્રી હેતાબેન પરીખ, મીડિયા પેનાલીસ્ટ શ્રી મુકેશ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.