ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન યોજાશે. ચૂંટણી આડે હવે એક અઠવાડિયાનો જ સમય બાકી રહ્યો છે.
LIVE: અમદાવાદના નરોડા ગામ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જીનું વિશાળ જનસભાને સંબોધન. https://t.co/3a01f5kjNi
— BJP Gujarat (@BJP4Gujarat) April 30, 2024
દરમિયાન દરેક રાજકીય પક્ષો પૂર જોશમાં પ્રચાર કરી રહ્યા છે. અમદાવાદના નરોડામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સભાને સંબોધન કર્યુ હતું.
શાહે કહ્યુ, હું હસમુખ પટેલને જીતાડવાની અપીલ કરું છું. બે તબક્કાના મતદાનમાં 100 થી વધુ બેઠકો આવશે એ નક્કી છે, 400 થી વધુ બેઠકોનો લક્ષ્યાંક પૂરો કરવાનું શરૂ થયું છે. દેશભરમાં મોદી મોદીનો જ નારો છે. ગુજરાતની 25 બેઠકો જીતવાનો સંકલ્પ છે. નરેન્દ્ર મોદીના રાજમાં ગુજરાતમાં કર્ફ્યૂ અને હુલ્લડથી મુક્તિ મળી છે. ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલ્યાં છે.
શાહે કહ્યું, કાશ્મીર આપણું જ છે. નરોડા કે ગુજરાતનો એક એક વ્યક્તિ કાશ્મીર માટે જીવ આપવા તૈયાર છે. 370 ની કલમ હટાવવાનું કામ નરેન્દ્ર મોદીની સરકારે કર્યું. રાહુલ ગાંધી કહેતા હતા કે કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, 5 વર્ષ થયા પણ કોઈની કાંકરી ચાળો કરવાની હિંમત નથી. ફરી મોદી સરકાર બનશે ત્યારે બે જ વર્ષમાં નક્સલવાદ ખતમ કરી દઈશું.