રાજકોટ શહેરના રૈયારોડ પર તિરૂપતિ સોસાયટીમાં રહેતા વેપારીની 10 વર્ષીય બાળકીનું ઉલ્ટી ફેફસામાં ફસાઇ જતા મોત નીપજ્યું હતું. એકની એક પુત્રીના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ રૈયારોડ પર આવેલી તિરૂપતિ સોસાયટી શેરી નં.4માં રહેતા મીલીન્દભાઇ પારેખની 10 વર્ષીય બાળકી હિતાક્ષી ને ઉલ્ટી થઇ હતી પરંતુ ઉલ્ટી ન થતા ફેફસામાં ફસાઇ ગઇ હતી.
દરમિયાન છેલ્લા પાંચ દિવસથી ગુમસુમ રહેતી હતી અને આજે સવારે ઘરે બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂર કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક હિતાક્ષી ધો.3માં અભ્યાસ કરતી હતી. તેના પિતા ફ્રુટનો હોલસેલ વેપાર કરે છે. એકની એક પુત્રીના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.