ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા
વર્ષ 2015માં મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં પાસ આંદોલન સમયે મતદારોને રીજેક્ટ લીસ્ટમાં રાખી મતના અધિકારથી વંચિત રાખવા આવ્યા
પોલીસ જો નિષ્પક્ષ કામગીરી નહી કરે તો આવનારા સમયમાં માનવ અધિકાર આયોગ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે : કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ ચિંતા વ્યક્ત કરતા મુખ્ય ચૂંટણી આયોગને રજૂઆત કરી હતી કે જે પ્રમાણે વર્ષ 2015 માં જ્યારે પાટીદાર (પાસ) આંદોલન પુરજોરમાં હતું ત્યારે મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં લાખોની સંખ્યામાં મતદારોને રિજેક્ટ લીસ્ટમાં મૂકી દેવામાં આવ્યા હતા. તેજ પ્રમાણે વર્ષ 2024 માં સામન્ય ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન ના સમયે પણ જે ગામોમાં, તાલુકા અને શહેરોમાં ક્ષત્રિયોની વસ્તી છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ બની શકે છે.
ગુજરાત રાજ્યમાં 50 લાખ થી વધુ ક્ષત્રિય ભાઈઓ બહેનો નારી અસ્મિતા મુદ્દે આંદોલન કરી રહ્યા છે ત્યારે ચુંટણી આયોગ નિષ્પક્ષ રીતે કામગીરી તેવી માંગ સાથે સરકાર વિરૂદ્ધ ના મતદારો ને ટાર્ગેટ કરીને રદ કરવામાં ન આવે અને તેમના મતદાનના અધિકારો ન છીનવાય તેવી માંગ કરી હતી. વર્ષ 2015માં સ્થાનિક સ્વરાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમદાવાદ જેવા શહેરમાં કેટલાક વોર્ડમાં 1000 થી 4000 સુધીના મતો રીજેક્ટ લીસ્ટમાં મુકવામાં આવ્યાં હતાં. માત્ર અમદાવાદ શહેરમાં આશરે એક લાખ થી વધુ મતોને મતદારયાદીમાંથી રદ કરવામાં આવ્યાં હતાં. અમારા સર્વે મુજબ છ મહાનગરપાલિકાઓમાં આશરે 2.50 લાખ થી વધુ નામોને રીજેક્ટ લીસ્ટ એટલે કે રદ કરવામાં આવ્યાં હતાં. મુખ્ય ચૂંટણી આયોગને અને ગુજરાત ચૂંટણી આયોગને સરકાર વિરૂધ્ધના મતદારો ટાર્ગેટ કરીને રદ ન કરવામાં આવે તેની તકેદારી રખાય તે મુદ્દે ઈ-મેઈલ કરવામાં આવ્યો હતો અને આવનારા સમયમાં ચૂંટણી પંચને રૂબરૂ મળીને પણ આ વિશે કોંગ્રેસ પક્ષ દ્વારા રજુઆત કરવામાં આવશે. ચૂંટણી પક્ષ નિષ્પક્ષ કામગીરી કરીને ગુજરાતના મતદારોને પોતાના મતદાન અધિકારથી વંચિત ના રહે તેની તકેદારી રાખવા માટે અમો ચૂંટણી પક્ષને રજુઆત કરી હતી.જે પ્રમાણે ક્ષત્રિય આંદોલન વેગ પકડી રહ્યું છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા કેટલીક જગ્યાએ યુવાનોને ટાર્ગેટ કરી ગેરકાયદેસર રીતે ડીટેન કરવા તથા મહિલાઓને નજરકેદ કરવાના કિસ્સા સામે આવી રહ્યાં છે. મીડીયાના માધ્યમથી ગુજરાતના પોલીસવડાને નિવેદન કરીએ છીએ કે જે પોલીસ અધિકારીઓ, કર્મીઓ, ગુજરાતની જનતાના નહિ પણ ભાજપના સેવક બની કામ કરી રહ્યાં હોત તેમને નિર્દેશ આપે કે પોલીસની કામગીરી નિષ્પક્ષ રીતે થાય. કેટલાક દિવસો પહેલા ભરૂચમાં ક્ષત્રિય યુવાનોને રાત્રે અને દિવસે ડીટેન કરવામાં આવ્યાં, એક યુવા ક્ષત્રિય આગેવાન જોડે અણછાજતુ વર્તન કરવામાં આવ્યું. ગેરવ્યાજબી શબ્દો બોલવામાં આવ્યાં, તેવી વિગતો બહાર આવી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહિલા જોડે પણ ઝપાઝપી-બોલચાલના કિસ્સા સામે આવ્યાં છે. પોલીસ જોડે નિષ્પક્ષતાની અપેક્ષા રાખતા આ પ્રકારના પોલીસ સમુદાયને બદનામ કરતા પોલીસ કર્મીઓને પોતાની જવાબદારીનું ભાન થાય તેવા પગલા લેવાની માંગ કરીએ છીએ. પોલીસ જો નિષ્પક્ષ કામગીરી નહી કરે તો આવનારા સમયમાં માનવ અધિકાર આયોગ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.