CGHS કાર્ડહોલ્ડર ધરાવતા લોકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય યોજના બેનિફિશ્યરી આઇડીને આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર સાથે લિંક કરવાની સમય મર્યાદા 30 જૂન, 2024 સુધી વધારી દેવામાં આવી છે. એટલે કે CGHS કાર્ડહોલ્ડરને 120 દિવસનો વધારાનો સમય આપવામાં આવ્યો છે.
15 એપ્રિલ, 2024ના ઓપિસ મેમોરેન્ડરમાં સ્વાસ્થ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, સીજીએચએસ લાભાર્થીઓની મદદ માટે 30 જૂન, 2024 સુધી વેલનેસ સેન્ટર પર કિયોસ્ક ચાલુ કરી દેવામાં આવશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓને 1 એપ્રિલ, 2024થી ફરજીયાત તેના CGHS લાભાર્થી આઇડીને ABHA નંબર સાથે લિંક કરવા પડશે. મંત્રાલયે જણાવ્યું કે, લિંકિંગ 30 દિવસની અંદર પૂર્ણ થવું જોઇએ. જોકે હવે આ સમયમર્યાદા 30 જૂન, 2024 સુધી વધારી દેવામાં આવી છે. મંત્રાલયે વધુમાં જણાવ્યયું કે, CGHS કાર્ડહોલ્ડર સર્વિસનો લાભ ઉઠાવવા માટે આધાર સાથે તમારા નજીકના CGHS કલ્યાણ કેન્દ્ર પર જઇ શકો છો.
દરેક આયુષ્માન ભારત સ્વાસ્થ્ય એકાઉન્ટ કાર્ડમાં 14 ડિજીટનો એક યૂનીક આઇજી નંબર હોય છે, જેને આભા આઇડી કહેવાય છે. તેનો ઉપયોગ તમે તમારા સ્વાસ્થ્ય રેકોર્ડને લિંક કરવા માટે કરવામાં થાય છે. અહિં તમે તમારા મેડિકલ રેકોર્ડ એક જગ્યાએ રાખી શકો છો.
મંત્રાલયે 4 એપ્રિલ, 2024ના રોજ જણાવ્યું હતું કે, કોઇ પણ વ્યક્તિ હેલ્થ આઇડી અથવા આભા બનાવવા માટે આયુષ્માન ભારત ડિજીટલ મિશનમાં મફતમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
CGHS લાભાર્થી આઇડીને આભા નંબર્સ સાથે લિંક કરવાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેના મોબાઇલ ફોન પર પોતાના સ્વાસ્થ્ય રેકોર્ડ સુધી પહોંચવાથી પરમિશન મળી જશે, જેથી વારંવાર ટેસ્ટ પર ખર્ચ થતા પૈસા બચી જશે. એક CGHS કાર્ડહોલ્ડર મોબાઇલ ડિવાઇસ પર ડાઉનલોડ કરેલા કોઇ પણ પર્સનલ હેલ્થ રેકોર્ડ એપમાં જનરેટ અને લિંક કરેલા હેલ્થ રેકોર્ડ જોઇ શકશે.
CGHS કાર્ડહોલ્ડરને તેના હેલ્થ રેકોર્ડને ડિજિટલ રૂપે સુરક્ષિત રીતે એક હોસ્પિટલથી બીજી જગ્યાએ લઇ જવામાં સરળતા રહેશે. ઉદાહરણ તરીકે, એક કેન્દ્ર સરકારનો કર્મચારી સારવાર માટે હોસ્પિટલે જાય છે. તે પોતાના ઇલાજ માટે કોઇ અન્ય ડોક્ટર પાસે જવા માંગે છે તો તેની પાસે પહેલાથી જ સંપૂર્ણ રેકોર્ડ હશે. ભવિષ્યમાં એક CGHS લાભાર્થી વેલનેસ સેન્ટરમાં ડોક્ટરના રૂમમાં રજીસ્ટ્રેશન ડેસ્ક સામે રહેલા ક્યૂઆર કોડને તેના મોબાઇલ દ્વારા સ્કેન કરીને ડોક્ટર સાથે ઓપીડી અપોઇન્ટમેન્ટ લઇ શકશે.