સાબરકાંઠાના વડાલીના વેડા ગામમાં ઓનલાઈન પાર્સલ બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા છે. આ ઘટનામાં અન્ય લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓનલાઈન ઓર્ડર કરાયેલી ઈલેક્ટ્રીકલ વસ્તુઓમાં વિસ્ફોટ થતાં એક 11 વર્ષની છોકરી અને 30 વર્ષીય પુરુષનું મૃત્યુ થયું હતું. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે સાબરકાંઠાના વડાલીના વેડા ગામમાં ઓનલાઈન પાર્સલ બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા હતા.
આ ઘટનામાં અન્ય લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓનલાઈન ઓર્ડર કરાયેલી ઈલેક્ટ્રીકલ વસ્તુઓમાં વિસ્ફોટ થતાં એક 11 વર્ષની છોકરી અને 30 વર્ષીય પુરુષનું મૃત્યુ થયું હતું. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
પાર્સલ ખોલતાની સાથે જ જોરદાર વિસ્ફોટ થયો હતો. પાર્સલ ખોલનાર 30 વર્ષીય પુરૂષ અને 11 વર્ષની છોકરીનું મૃત્યુ થયું હતું. વડાલી પોલીસ નાયબ પોલીસ અધિક્ષક અને જિલ્લા એલસીબી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પાર્સલ ખોલનાર યુવકનું કાંડું કપાયેલું હતું. એટલું જ નહીં યુવકને છાતીમાં પણ ગોળી વાગી હતી. આ ઘટનામાં યુવક અને યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, આથી પરિવારજનો આ પાર્સલ કોઈ અજાણ્યા વ્યક્તિએ આપ્યું હોવાનું બહાનું કાઢી રહ્યા છે.