આયુષ્યમાન યોજનામાં ખોટા રિપોર્ટ બનાવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાના મામલામાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.સિંહનું નિવેનદ સામે આવ્યું છે.. તેમણે કહ્યું છે કે આ કૌભાંડનો મુદ્દો ગઇકાલે રાત્રે મારી પાસે આવ્યો છે. આરોગ્ય વિભાગ આ કૌભાંડની તપાસ કરી રહ્યું છે. તપાસમાં કંઇપણ ખોટુ થયાનું સામે આવશે તો અવશ્ય કાર્યવાહી કરાશે.
મહત્વપૂર્ણ છે કે રાજકોટમાં લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલા નિહિત બેબીકેર હોસ્પિટલના ડો.હિરન મશરૂએ આયુષ્યમાન યોજનાનો ખોટી રીતે લાભ લેવા પ્રયાસ કર્યાનો આરોપ છે. ગ્રામ્ય વિસ્તારમાંથી ગાયનેક તરફથી કેસ ડો.હિરેન મશરૂના ત્યાં રિફર કરાતા હોય છે. તેમના પર લાગેલા આરોપ પર નજર કરીએ તો ડો.હિરેન મશરૂ દાખલ થતા દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ છે કે નહિ તેની ખરાઈ કર્યા બાદ તે મુજબની સારવાર કરતા હોય છે. તેમના દ્વારા જો આયુષ્યમાન કાર્ડ હોય તો નવજાતના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને આ રિપોર્ટ સાથે તેઓ ચેડા કરી ઇન્ફેકશન બતાવી નવજાતને 7 થી 10 દિવસ NSUIમાં દાખલ કરાવતા હોવાનો તેમના પર આરોપ છે.
સાથે જ એવો પણ આરોપ છે કે . ત્યારબાદ આ ડોકયુમેન્ટને તેઓ આયુષ્યમાન યોજનાના પોર્ટલમાં અપલોડ કરી મંજૂરી મેળવે છે. મંજૂરી મળ્યા બાદ તેમને પ્રતિ દિવસ 9 થી 10 હજાર રૂપિયા મળવાની શરૂઆત થાય છે. કેટલાક કિસ્સામાં ડોક્ટર લેબ રિપોર્ટ ઉપરાંત એક્સ-રે સાથે પણ ચેડા કરતા હોવોનો તેમના પર આરોપ લાગ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન યોજનાં હેઠળ ગરીબ પરિવારોને સારવાર મળી રહે તે માટે આ યોજનાં શરૂ કરવામાં આવી હતી. ત્યારે કેટલાક લેભાગુ ર્ડાક્ટરો દ્વારા આયુષ્યમાન યોજનામાં ખોટા રિપોર્ટ બનાવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું પ્રકાશમાં આવતા હડકંપ મચી જવા પામ્યો હતો.