વેપારી યુવકે 1 કરોડ રૂપિયાની જેગુઆર કાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર તેમના સ્લોગન પર ડિઝાઇન તૈયાર કરી

Spread the love

લોકસભાની ચૂંટણીને લઇ દેશભરમાં માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરતના એક જબરા ચાહકે અનોખી રીતે પોતાની ચાહના વ્યક્ત કરી છે. વેપારી યુવકે 1 કરોડ રૂપિયાની જેગુઆર કાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર તેમના સ્લોગન સાથોસાથ તેમની યોજનાઓ અંગે ખાસ ડિઝાઇન તૈયાર કરાવી છે.

સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સિદ્ધાર્થ દોશીએ પોતાની કાર પર ખાસ પ્રકારનો વ્રેપિંગ પ્રિન્ટિંગ લેમિનેશન કરાવ્યું છે. જે તિરંગા રંગમાં છે અને તેની ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર છે. કાર ઉપર કરાયેલી ડિઝાઇનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ દર્શાવવામાં આવી છે, જેમાં ચંદ્રયાન, રામ મંદિર, ટ્રીપલ તલાક, કલમ 370, G20નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સિદ્ધાર્થ કાપડના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, પરંતુ જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત આવે ત્યારે તેઓ તેમના માટે કંઈક અલગ જ કરે છે. લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહક તરીકે ખાસ ડિઝાઇન કાર માટે તૈયાર કરાવી છે. જેથી જ્યારે પણ તેઓ રસ્તા પરથી પસાર થાય ત્યારે લોકો જોતા રહી જાય છે. કાર પર ખાસ પ્રકારનો વ્રેપિંગ પ્રિન્ટિંગ લેમિનેશન કરાવ્યું છે. જે તિરંગા રંગમાં છે.સિદ્ધાર્થ દોશીએ જણાવ્યું હતું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચાહક છું. તેઓએ દેશ માટે અનેક કામો કર્યા છે, તેઓ મારા માટે પ્રેરણાના સ્ત્રોત છે. આજ કારણ છે કે મારી કારને આ ખાસ ડિઝાઇન દ્વારા કારમાં તેમના દ્વારા કરવામાં આવેલા તમામ કાર્યોનો ઉલ્લેખ કર્યો છે. હાલ આ ગાડી હું સુરતમાં ચલાવી રહ્યો છું, જ્યારે અહીં ચૂંટણી પૂર્ણ થશે તો હું અન્ય રાજ્યોમાં પણ આ કાર લઈને જઈશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *