જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન: ઉર્મિલાબેન ઝાલા સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા સ્વજનોએ બંને કિડની, લીવર અને કોર્નિયાનું અંગદાન કર્યું

Spread the love

બંને કિડની અને લીવરને ગ્રીન કોરિડોર કરીને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લાવી દાખલ દર્દીમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા

અમદાવાદ

જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ અંગદાન થયું છે. સમગ્ર વિગતો એવી છે કે , ૫૭ વર્ષના ઉર્મિલાબેન ઝાલા જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારી તરીકે કાર્યરત હતા. તેઓને હાઈ બ્લડ પ્રેશરની તકલીફના કારણે બ્રેઇન હેમરેજ થતા જુનાગઢ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ જુનાગઢની બ્રેઇન ડેથ ડિકલેરેશન કમિટીએ ગાઇડલાઇન્સ અનુસાર તેઓને બ્રેઇન ડેડ ડિક્લેર કર્યા બાદ તેમના પુત્ર એ તેઓના અંગોનું દાન કરવાની સંમતિ આપેલ હતી.

સ્વજનના દ્વારા અંગદાનની સંમતિ મળતા હોસ્પિટલની ટીમે અંગોના રીટ્રાવેલની પ્રક્રિયા આરંભી. સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યું.તથા બંને કોર્નિયા (આંખની કીકી)નું દાન કરવામાં આવેલ હતું.

અંગદાનમાં મળેલા અંગોમાથી લીવર તથા બંને કિડની અમદાવાદ સ્થિત CIMS હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા લઈ જવામાં આવેલ હતા. તથા બંને કોર્નિયા મજૂરી આઈ કલેક્શન સેન્ટર જુનાગઢ દ્વારા લઈ જવામાં આવ્યા હતા. ઓર્ગન ટ્રાન્સપોર્ટ કરવા માટે જુનાગઢ પોલીસ દ્વારા અન્ય જિલ્લા સાથે કોઓર્ડીનેશન કરી જુનાગઢ સિવિલ હોસ્પિટલ થી CIMS હોસ્પિટલ અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવેલ હતો. આ કામગીરીમાં મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, એડિશનલ મેડિકલ સુપ્રિટેન્મેન્ટ ડૉ. સિકોત્રા એને સ્પેશિયા વિભાગના ડૉ.હેતલ કાનાબાર ડૉ.ખુશ્બુ કોરાટ તથા સર્જરી વિભાગના ડૉ. કુલદીપ વાણવી એ જહમત ઉઠાવેલ હતી તથા હોસ્પિટલના તમામ ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફે પણ એક ટીમ તરીકે ખૂબ જ સુંદર કામગીરી કરેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com