7મી મેના રોજ મતદાન કરનારને 7% ડિસ્કાઉન્ટ આપવાની ચાંદખેડા, મોટેરા, નારણપુરા, આંબાવાડી વોર્ડના હોટેલ, રેસ્ટોરન્ટ, ફુડકોર્ટ, મેડીકલ સ્ટોર સંચાલકોની ખાતરી

Spread the love

‘દસ મિનિટ દેશ માટે, લોકસભા ચૂંટણીમાં મતદાન માટે’ આ સૂત્રને સાર્થક કરવા Turnout Implementation Planની મહત્ત્વપૂર્ણ ભૂમિકા

સરકારી કચેરી, પોલીસ સ્ટેશન, મોલ, તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક ખાતે રંગોળી નિર્માણ થકી મતદાન જાગૃતિનો સંદેશ

ભૂતકાળમાં 50 ટકા કે તેથી ઓછું મતદાન ધરાવતી 23 સોસાયટી, તેમજ પુરુષ સ્ત્રી મતદાનમાં 10 ટકા કે તેથી વધુ તફાવત ધરાવતી 24 સોસાયટીની મુલાકાત કરી સમજ અપાઈ

અમદાવાદ

‘દસ મિનિટ દેશ માટે, લોકસભા ચૂંટણીમાં મતદાન માટે’ આ સૂત્રને સાર્થક કરવામાં Turnout Implementation plan- TIP મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. જે અંતર્ગત તા.03/05/2024ના રોજ જાગૃતિ માટેના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા.

જેમાં ચાંદખેડા, મોટેરા, નારણપુરા, આંબાવાડી વોર્ડમાં આવેલા હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ કોર્ટ, મેડીકલ સ્ટોર સાથે સંકળાયેલા વેપારીઓએ તા.07/05/2024ના રોજ જે નાગરિકે વોટિંગ કર્યું હશે તેને 7% ડિસ્કાઉન્ટ આપવા માટે બાહેંધરી આપી છે.આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ શહેર દ્વારા અમદાવાદ જિલ્લાની અને શહેરની શાળાઓની નજીકમાં આવેલી સરકારી કચેરી, પોલીસ સ્ટેશન, મોલ, તેમ જ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતે પણ મતદાન જાગૃતિ માટે રંગોળીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અંદાજિત 375 શાળાઓ અને 2250 જેટલા વિદ્યાર્થી અને 750 જેટલા શિક્ષકોએ સહકાર આપ્યો હતો.

જિલ્લા શિક્ષણાધિકારી,અમદાવાદ ગ્રામ્ય દ્વારા 15 Days પ્રવૃત્તિઓ અંતર્ગત સમગ્ર જિલ્લામાં તાબાની 571 શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ રંગોળી અભિયાન હાથ ધરવામાં આવ્યું. જેમાં કુલ 5139 લોકો જોડાયા હતા. સાથોસાથ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં રંગોળી સ્પર્ધા કરવામાં આવી, જેમાં કુલ 2747 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સ્કૂલ બોર્ડ અમદાવાદ દ્વારા ભૂતકાળમાં 50 ટકા કે તેથી ઓછું મતદાન ધરાવતી 23 સોસાયટીની મુલાકાત લીધી, તેમજ પુરુષ સ્ત્રી મતદાનમાં 10 ટકા કે તેથી વધુ તફાવત ધરાવતી 24 સોસાયટીની મુલાકાત લીધી અને મતદાન જાગૃતિ અંગે બેઠક કરી મહત્તમ મતદાન પ્રક્રિયામાં ભાગ લે તે માટે સમજ આપી, Voter Awareness Forum ફિલ્મ દર્શાવી હતી.TIP-SVEEP 2024 અંતર્ગત રખિયાલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લોકોને મતદાન જાગૃતિ અંગે સમજ આપી અને શપથ લેવડાવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2128 આંગણવાડીમાં ડોર ટુ ડોર જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 1,15,279 લોકો સુધી પહોંચી તેમને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com