અમદાવાદમાં આવતીકાલે રિવરફ્રન્ટ ખાતે યોજાશે ‘રન ફોર વોટ’:મુખ્ય નિર્વાચન અધિકારી સુશ્રી પી. ભારતીના હસ્તે કરાશે ફ્લેગ ઓફ

Spread the love

અમદાવાદ

આગામી તા.7 મેના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય, તે દિશામાં ચૂંટણી તંત્ર દ્વારા ટર્નઆઉટ ઇમ્પ્લિટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે.

સમગ્ર રાજ્યની સાથે સાથે અમદાવાદમાં આવતીકાલે 5 મીમેના રોજ સવારે 6.30 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મતદાન જાગૃતિ અન્વયે ‘રન ફોર વોટ’ કાર્યક્રમનું આયોજન કરાશે. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી સુશ્રી પી. ભારતીના હસ્તે રન ફોર વોટને ફ્લેગઓફ અપાશે.રન ફોર વોટના સફળ આયોજનના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ રિવરફ્રન્ટ ખાતે તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં તેમણે ઉપસ્થિત સૌ અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ કર્યો હતા. આ ઉપરાંત કાર્યક્રમને સફળ બનાવવા માટે જે-તે વિભાગના સબંધિત અધિકારીઓને જરૂરી સૂચન પણ કર્યા હતા.રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ‘રન ફોર વોટ’ માં આશરે 2500થી વધુ યુવાનો જોડાઈને ‘મતદાન જાગૃતિ’ અભિયાનનો નારો બુલંદ કરશે. ઇવેન્ટ સેન્ટર, અટલ બ્રિજથી પ્રસ્થાન થયેલ ‘રન ફોર વોટ’ સ્પોર્ટ્સ સેન્ટર સુધી પહોંચશે અને ત્યાંથી અટલબ્રિજ પરત ફરશે.આ સમીક્ષા બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી સુધીર પટેલ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી નેહાબેન ગુપ્તા અને જે-તે વિભાગના સબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com