હોમગાર્ડ ડિવિઝનના ઇન્ચાર્જ પ્લાટુન કમાન્ડન્ટ રૂપિયા 1500ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયા છે. હોમગાર્ડ જવાનો પાસેથી એક મહિનાના રૂપિયા 500 લાંચ પેટે માંગતા હતા. ત્રણ હોમગાર્ડ જવાન પાસે પણ આજ પ્રકારે લાંચ માંગી હતી. આ મામલે લાંચ નહી આપનાર હોમગાર્ડ જવાને એસીબીને જાણ કરીને ઇન્ચાર્જ પ્લાટુન કમાન્ડન્ટ મનોજને લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ લીધા હતા.
સિવિલ હોસ્પિટલમાં પી.જી હોસ્ટેલમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે હોમગાર્ડ જવાનને મુકવામાં આવેલા છે. હોમગાર્ડ ડિવિઝનના ઇન્ચાર્જ પ્લાટુન કમાન્ડન્ટ મનોજ ભાઈ ચેકિંગ આવીને હોમગાર્ડ જવાની હાજરી હોવા છતાંય તે લોકોને હેરાન પરેશાન કરતા હતા ગેરહાજરી પૂરીને જતા રહેતા હતા.ઉપરાંત શિફ્ટ મજબ હોમગાર્ડની ડ્યુટી ફાળવવાની જવાબદારી રહેતી હોય છે. આ કામગીરી કરવાના હોમગાર્ડ દીઠ રૂ.૫૦૦ની લાંચ મંગતા હતા અને જે કોઈપણ હોમગાર્ડ લાંચ આપવાથી ઇનકાર કરે તો તેને હેરાન કરતા રહેતા હતા. સિવિલ પી.જી હોસ્ટેલ વિભાગ-2માં ફરજ બજાવતા ત્રણ હોમગાર્ડ જવાનને મનોજ ભાઈ આજ પ્રકારે હેરાન કરતા અને લાંચ માંગતા હતા. હોમગાર્ડ જવાને એસીબીનો સંપર્ક આવ્યો હતો ત્યારબાદ ગત ૩ મેના રોજ છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં હોમગાર્ડ ડિવિઝનના ઇન્ચાર્જ પ્લાટુન કમાન્ડન્ટ મનોજ ભાઈ રૂપિયા 1500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
મહત્વ નું છે કે 2 દિવસ પેહલા વૈભવ અચલકુમાર શ્રીવાસ્તવ, નાયબ કાર્યપાલક ઇજનેર (વર્ગ-૨), ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, ધંધુકા જી.અમદાવાદ ને પણ 1.20 લાખ ની લાંચ લેતા પકડી પાડવામાં આવેલ અને નોંધનીય અને ચોંકવનારી વાત યે છે જે જ્યારે આરોપી ના ઘરે સર્ચ કરવામાં આવેલ ત્યારે તેના ઘરે થી 30 લાખ રૂપિયા રોકડ પણ મળી આવેલ અને જે અપ્રમાણસર મિલકત હોવાનુ સામે આવ્યું છે..ઘટના એવી હતી કે ફરીયાદીનાઓ ધંધુકા તાલુકાના ૫૪ ગામના પાણી પુરવઠાનુ મરામત અને નિભાવણીની કામગીરી કરે છે. જે કરેલ કામગીરીના ત્રણ માસના બીલોમાં કપાત નહી કરી, બીલો તાત્કાલિત ફોરવર્ડ કરી, મંજુર થઇ આવેથી એક માસના ત્રીસ હજાર લેખે ચાર માસના રૂ.૧,૨૦,૦૦૦/- ની લાંચની માંગણી આક્ષેપીતે ફરીયાદી પાસે કરેલ. જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.