ભાજપની જનસભામાં ભાજપના પૂર્વ કાર્યકરનું હાર્ટ એટેકથી મોત

Spread the love

લોકસભા ચૂંટણીને લઈને અત્યારે જાહેર સભાઓ અને કાર્યક્રમો થઈ રહ્યા છે. આ દરમિયાન મહેસાણાના ઊંઝા તાલુકાના કહોડા ગામે એક વ્યક્તિનું શંકાસ્પદ રીતે મોત થયું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો, લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલની જનસભામાં ભાજપના પૂર્વ કાર્યકરનું મોત થયું છે. મળતી વિગતો પ્રમાણે ઊંઝા તાલુકાના ભાજપના ઉપપ્રમુખ ભરતભાઈ પટેલનું કરૂણ મોત થયું છે.

માહિતી એવી પણ સામે આવી છે કે, તેમનું મોત હાર્ટએટેકના કારણે થયું છે. નોંધનીય છે કે, ભરતભાઈ પટેલ લાંબા સમય સુધી ભાજપમાં કાર્યરત રહ્યા હતા.

ઉલ્લેખીય છે કે, ભરતભાઈના મોતથી તેમના પરિવારજનો સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં શોકની લાગણીઓ છવાઈ છે. તમને જણાવી દઈએ કે, કહોડા ગામે ગોગા મહારાજની વાડીમાં મહેસાણા લોકસભા ભાજપના ઉમેદવારા હરિભાઈ પટેલની જન સભા યોજાઈ હતી. નોંધનીય છે કે, આ સભા દરમિયાન કહોડા ગામના વતની અને ઊંઝા તાલુકા ભાજપના ઉપપ્રમુખ ભરતભાઈ મફતલાલ પટેલને હાર્ટએકેટ આવતાં તેઓ સભામાં જ ઢળી પડ્યા હતા.

તમને જણાવી દઈએ કે, તેમને હાર્ટ એટેક આવતા ઊંધા તાલુકાના ભાજપના પૂર્વ મહામંત્રી અશ્ચિનભાઈ પટેલ ત્યાર હાજર અગ્રણીઓ ભરતભાઈ પટેલને સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે લઈ ગયા હતા. નોંધનીય છે કે, ભરતભાઈ પટેલને વધુ સારવાર માટે ઊંઝા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ તેમનું રસ્તામાં જ મોત થઈ ગયું હતું. અત્યારે ગુજરાતમાં હાર્ટએટેકના કેસ સતત વધી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ અત્યારે નાની વયે બધાને હાર્ટએટેક આવી રહ્યા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com